તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાનો કહેર:હિંમતનગરમાં તરુણી, તબીબ સહિત સાબરકાંઠા જિલ્લામાં 18 કેસ નોંધાયા

હિંમતનગર10 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • 18 માંથી 15 કેસ હિંમતનગરમાં, ઇડરમાં 1 અને પ્રાંતિજમાં 2 કેસ નોંધાયા

હિંમતનગર શહેર તાલુકામાં કોરોના સંક્રમણને નાથવામાં તંત્ર અને લોકો નિષ્ફળ નિવડ્યા છે. સાબરકાંઠા જિલ્લામાં 18 પોઝિટિવ કેસ નોંધાયા હતા તે પૈકી હોટ સ્પોટ હિંમતનગરમાં મેડિકલ કોલેજ પીજીમાં અભ્યાસ કરતો યુવક, 13 વર્ષીય તરુણી સહિત 15 કેસ નોંધાયા હતા.

આરોગ્ય વિભાગે જાહેર કરેલ આંકડામાં જિલ્લામાં અત્યાર સુધી નોંધાયેલ કુલ 2575 કેસ પૈકી હિંમતનગરમાં 618 અને તાલુકામાં 603 મળી કુલ 1221 કેસ નોંધાઇ ચૂક્યા છે. 24 કલાકમાં પણ વધુ 15 વ્યક્તિ સંક્રમિત થતા હિંમતનગર શહેરમાં 47 અને ગ્રામ્ય વિસ્તારોમાં 35 મળી કુલ 82 એક્ટિવ કેસ થઇ ગયા છે.

સાબરકાંઠાના કોરોના સંક્રમિત દર્દીઓ
હિંમતનગરની ચિત્રકુટ સોસાયટીમાં 47 વર્ષિય પુરૂષ, 40 વર્ષિય મહિલા, 18 વર્ષિય પુરૂષ, મેડિકલ કોલેજ પી.જી.હોસ્ટેલમાં 22 વર્ષિય પુરૂષ, નવા બલવંતપુરામાં 55 વર્ષિય મહિલા, હડીયોલમાં 28 વર્ષિય પુરૂષ, આગીયોલમાં 56 વર્ષિય પુરૂષ, શ્રીજીપાર્કમાં 26 વર્ષિય મહિલા, હરીપુરાકંપામાં 25 વર્ષિય પુરૂષ, આંબાવાડીમાં 35 વર્ષિય પુરૂષ, પોલોગ્રાઉન્ડમાં 69 વર્ષિય પુરૂષ, તબેલા વિસ્તાર પોલોગ્રાઉન્ડમાં 50 વર્ષિય મહિલા, મંગલમપાર્ક સોસા.માં 38 વર્ષિય પુરૂષ, જહીરાબાદ મહેતાપુરામાં 23 વર્ષિય પુરૂષ, કર્ણાવતી સોસા.માં 13 વર્ષિય મહિલા, ઇડરની શ્રીનગર સોસા.માં 50 વર્ષિય મહિલા, પ્રાંતિજના વદરાડમાં 30 વર્ષિય મહિલા, પોગલુમાં 23 વર્ષિય પુરૂષ

સા.કાં.માં રોજના 800-100 RTPCR અને 500-700 એન્ટિજન ટેસ્ટ કરાઇ રહ્યા છે
આરોગ્ય સૂત્રોના જણાવ્યાનુસાર રવિવાર સિવાય સાબરકાંઠા જિલ્લામાં પ્રતિદિન 800 થી 1000 આરટીપીસીઆર અને 500 થી 700 એન્ટિજન ટેસ્ટ કરાઇ રહ્યા છે જેમાં સરેરાશ 2 થી 4 ટકા લોકોનો પોઝિટિવ રિપોર્ટ આવી રહ્યો છે. જ્યારે ખાનગી લેબોરેટરીઓમાં આ પ્રમાણ 8 ટકાથી વધુ હોવાનુ જાણવા મળી રહ્યુ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો