કામગીરી:ઈડરમાં પોલીસે મહિલા, કિશોરીઓને રોમિયોથી બચાવવા "શી' ટીમ બનાવી

ઇડરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહિલાઓ, કિશોરીઓ, એકલવાયું જીવન જીવતાં વૃદ્ધોને સ્વરક્ષણની તાલીમ આપશે

રાજ્યના રેન્જ આઈજીની સૂચના મુજબ સાબરકાંઠા જિલ્લા પોલીસ વડા નિરજ બડગુજરના માર્ગદર્શન હેઠળ ઈડર પોલીસ દ્વારા મહિલાઓ, કિશોરીઓ અને એકલવાયુ જીવન જીવતા વૃદ્ધોની સુરક્ષા માટે 'શી' ટીમની રચના કરાઇ છે. હાલમાં શહેરોમાં સ્કૂલો, કોલેજો, બાગ બગીચા, બસ સ્ટેશન પર લુખ્ખા તત્વો દ્વારા રોમિયોગીરી કરી મહિલાઓ અને કિશોરીઓને યેનકેન પ્રકારે હેરાન પરેશાન કરવાના અને છેડતીના બનાવો બનતા હોય છે.

સ્કૂલો , કોલેજો , બાગ બગીચા , બસ સ્ટેશને કે જ્યાં બસમાં મુસાફરી કરનાર શાળાએ ભણતી કિશોરીઓની એકલતાનો લાભ લઈ કેટલાક આવારા તત્વો રોમિયોગીરી કરી હેરાન પરેશાન કરતા હોય છે અને જેનો ભોગ મહિલાઓ અને કિશોરીઓ બનતી હોય છે ત્યારે કાર્યરત કરાયેલ ' શી' ટીમ દ્વારા આવા તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી કરાશે. સાથે મહિલાઓના કામના અને અવરજવરના સ્થળોએ ચાંપતી નજર રાખી રોમિયોગીરી કરનારા તત્વો સામે બાજનજર રખાશે. સ્કૂલો , કોલેજો , બસ સ્ટેન્ડ પર જઈ મહિલાઓને સ્વરક્ષણ માટે માહિતી અપાઇ રહી છે.

અન્ય સમાચારો પણ છે...