તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:ધુલેટામાં 10 દિવસમાં 40 કેસ, 7 મોત થતાં લોકો ઘર છોડી ખેતરોમાં રહેવા લાગ્યા

હિંમતનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
કોરોનાથી બચવા ગ્રામજનો ઢોરઢાંખર સાથે ખેતરોમાં સરસામાન સાથે રહેવા મજૂબર બન્યા છે. - Divya Bhaskar
કોરોનાથી બચવા ગ્રામજનો ઢોરઢાંખર સાથે ખેતરોમાં સરસામાન સાથે રહેવા મજૂબર બન્યા છે.
  • 280 ઘરની વસ્તી ધરાવતા ગામમાં કેસો વધતાં ફફડાટ, મકાન બંધ કરી ઢોર-ઢાંખર અને પરિવાર સાથે ખેતરમાં લોકો ઝાડ નીચે વસવાટ કરે છે

હિંમતનગર તાલુકાના ધુલેટામાં કોરોના એ કહેર વર્તાવ્યો છે. 280 ઘરની વસ્તી ધરાવતા આ ગામમાં છેલ્લા 10 દિવસમાં 40 કોરોના પોઝિટિવ કેસ મળી આવ્યા છે અને 7 વ્યક્તિના મોત નિપજ્યા છે છતાં તંત્ર અજાણ છે અને આરોગ્ય તંત્ર તો ગામમાં ફરક્યું પણ નથી. જેના કારણે કોરોનાના ડરથી લોકો પોતાના મકાન બંધ કરી ઢોર-ઢાંખર અને પરિવાર સાથે ખેતરમાં આંબા કે મહુડાના ઝાડ નીચે વસવાટ કરી રહ્યા છે.

ધુલેટા ગામને છેલ્લા 10 દિવસથી કોરોનાએ ભરડામાં લીધું છે અને ગામમાં 40 થી પણ વધારે વ્યક્તિઓ સંક્રમિત થયા છે અને 7 વ્યક્તિના મૃત્યુ થતાં ગામમાં ફફડાટ નો માહોલ ઊભો થવા પામ્યો છે. કોરોના પોતાના પરિવારના કોઈ સભ્યને સંક્રમિત ના ડર થી ગામના કેટલાક પરિવારો મકાનને તાળા મારી ઢોર-ઢાંખર અને પરિવાર સાથે ખેતરમાં આંબા કે મહુડાની છત બનાવી વસવાટ કરે છે. છતાં તંત્ર આ બાબતે અજાણ છે. આરોગ્ય તંત્ર પણ ગામમાં ફરક્યું નથી.

કોરોનાનો ડર |ખેતરમાં ઝાડ નીચે વસવાટ કરવા ગ્રામજનો મજબૂર
કોરોનાનો ડર |ખેતરમાં ઝાડ નીચે વસવાટ કરવા ગ્રામજનો મજબૂર

આરોગ્ય તંત્રના પેટનું પાણી પણ હલ્યું નથી
ધુલેટા ગામના મહિલા અગ્રણી રાખીબેન રાઠોડે જણાવ્યું કે ગામમાં દિવસે દિવસે સંક્રમણ વધી રહ્યું છે. 40 જેટલા પોઝિટિવ કેસો મળી આવ્યા છે. 7 જેટલા વ્યક્તિઓના કરૂણ મોત નિપજ્યા છે. છતાં વહીવટી તંત્ર કે આરોગ્ય તંત્રના પેટનું પાણી પણ હલ્યું નથી જે દુઃખદ બાબત છે ડરના માર્યા કેટલા પરિવાર ઘર-બાર છોડી ખેતરમાં રહેવા ચાલ્યા ગયા છે.

અન્ય સમાચારો પણ છે...