તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:હિંમતનગરના બેરણા ગામે માતાએ પુત્રને મિલકતમાંથી બેદખલ કરવા રજૂઆત કરી

હિંમતનગર8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ત્રણ દીકરા પૈકી બે સંભાળ રાખે છે, એક ન રાખતો હોવાનો આક્ષેપ
  • તબેલા માટે આપેલ 1 લાખની ઉઘરાણી કરતાં ગેરવર્તન કર્યાનો આક્ષેપ

હિંમતનગરના બેરણા ગામની વૃદ્ધાએ પુત્રને આપેલ રૂ. 1 લાખ પરત માંગતા કરેલ ગેરવર્તન અને સારસંભાળ રાખતો ન હોવાના આક્ષેપ સાથે મિલકતમાંથી બેદખલ કરવા મદદનીશ કલેક્ટરને રજૂઆત કરતાં ખળભળાટ મચી ગયો છે. બેરણા ગામના કાંતાબેન પ્રહલાદભાઈ બારોટે કરેલ રજૂઆતની વિગત એવી છે કે તેમને સંતાનમાં ત્રણ દીકરા છે અને તેમની સારસંભાળ હરીભા તથા શાંતિલાલ રાખે છે.

જ્યારે મોટા દીકરા ચંદુભાઈ સારસંભાળ રાખતા નથી. ચંદુભાઈને ભેંસો માટે તબેલો બનાવવા પૈસાની જરૂર હોઈ આવ્યા હતા અને કાંતાબેને એક વર્ષના વાયદાથી તેમની બચતના રૂ. 1 લાખ આપ્યા હતા. એક વર્ષ ઉપરાંત સમય થઈ જતા પૈસાની ઉઘરાણી કરતાં ચંદુભાઈ અને તેમના દીકરાઓએ ગેરવર્તન કર્યું હતું મોટો દીકરો સારસંભાળ, સામાજિક ખર્ચા, કપડાલત્તા વગેરેમાં મદદ કરતો ન હોઈ વૃદ્ધ મા-બાપની સેવાચાકરી સારસંભાળ ન કરનાર દીકરા વિરુદ્ધ કાર્યવાહી કરવાની જોગવાઈનો અમલ અને મિલકતમાંથી બેદખલ કરવા માંગ કરતાં ખળભળાટ મચી ગઇ હતી.

અન્ય સમાચારો પણ છે...