તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માસ્ક જ વેક્સિન છે:અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં માસ્ક વિનાના વાહનચાલકો અને રાહદારીઓને પોલીસે દંડના બદલે માસ્ક આપ્યા

હિંમતનગરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • બીજી વાર માસ્ક પહેર્યા વિના પકડાયા તો રૂ. 1000 દંડ ભરવો પડશે

સંકમણને અટકાવવા રસીકરણ સાથે હાલ માસ્ક જ ઉપાય હોઈ હિંમતનગર સહિત જિલ્લા પોલીસ દ્વારા માસ્કનું વિતરણ કરાયું હતું અને વાહન ચાલકો સહિત રાહદારીઓને માસ્ક ફરજિયાત પહેરી પોતાની અને અન્યની સલામતી જાળવવા સમજૂતી આપી હતી

ભિલોડા પીએસઆઈ અને તેમની ટીમે મઉ ત્રણ રસ્તા પોલીસ ચોકી રોડ નજીકથી પસાર થતા માસ્ક વગરના વાહનચાલકો અને માસ્ક પહેર્યા વગર ફરતા લોકોને વિનામૂલ્યે માસ્ક વિતરણ કરાયા હતા. લોકોને ફરજિયાત માસ્ક પહેરવાની સૂચનાઓ આપી હતી. બીજીવાર માસ્ક વગર હશો તો દંડ વસૂલાશે તેવું પણ જણાવ્યું હતું.

શામળાજી પોલીસ દ્વારા રસ્તા ઉપર માસ્ક વગર ફરતા
રાહદારીઓ અને વાહનચાલકોને વિનામૂલ્યે માસ્ક આપવા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતુ. લોકોમાં કોરોનાની જાગૃતિ આવે તે માટે શામળાજી પોલીસે લોકો પાસેથી દંડ વસૂલવાના બદલે તમને નિ:શુલ્ક માસ્ક વિતરણ કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો