અરવલ્લી જિલ્લામાં સોમવારે કોરોનાનો રાફડો ફાટ્યો હોય તેમ21 કેસ નોંધાતા અત્યાર સુધીમાં કુલ 89 કેસ પોઝિટિવ નોંધાયા છે. ઉપરોક્ત દર્દીઓ પૈકી 80 ટકા ઉપરાંતના દર્દીઓએ કોરોનાનો પ્રથમ અને બીજો ડોઝ લીધો હોવા છતાં સંક્રમિત થયા હોવાનું નોંધાયુ છે. ધનસુરાનાજામકા કંપાનો કિશોર સંક્રમિત થયો હોવાનું પ્રથમવાર નોંધાયું છે. જિલ્લામાં સોમવારે કોરોના સંક્રમિતોમાં સૌથી વધુ 21 વર્ષથી 50 વર્ષની ઉંમરના દર્દીઓ નોંધાયા છે. બાયડના દક્ષિણેશ્વરની 54 વર્ષીય મહિલા અને ધનસુરા નાસીકાના 61 વર્ષના આધેડ લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
કોરોનાના કુલ 21 દર્દીઓ પૈકી 1 કિશોર, 9 મહિલા અને 11 પુરુષ સંક્રમિત થયા છે. જેમાં મોડાસામાં 7, બાયડ તાલુકામાં 5, ધનસુરામાં 5, ભિલોડામાં 3 અને માલપુરમાં 1 દર્દી કોરોનાથી સંક્રમિત થયો હતો. હિંમતનગર પોલીસ હેડ ક્વાર્ટર્સમાં ફરજ બજાવતા અને તાજેતરમાં પંજાબથી પરત અાવેલ પોલીસકર્મી તથા અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં ફરજ બજાવતી તથા પોશીના તાલુકાની યુવતી સહિત જિલ્લામાં 10 જણાનો કોરોના પોઝિટિવ રિપોર્ટ અાવ્યો હતો. છેલ્લા 24 કલાક દરમિયાન 08 જણાંને કોરોના મુક્ત જાહેર કરાતાં અેક્ટિવ કેસની સંખ્યા 122 થઇ છે.
સાબરકાંઠા જિલ્લામાં પ્રતિદિન કોરોના કેસમાં વધારો થઇ રહ્યો હોવાથી ચિંતાનુ વાતાવરણ પેદા થયુ છે પ્રતિદિન નવા પોકેટમાં કોરોનાનો પ્રવેશ થઇ રહ્યો છે. સોમવારે હોટ સ્પોટ બની રહેલ હિંમતનગર અને ઇડરમાં 4- 4તથા ખેડબ્રહ્મા - પોશીનામાં 1- 1 મળી કુલ 10 કેસ નોંધાયા હતા. નોંધનીય છે કે રવિવારે 25 અને સોમવારે વધુ 10 કેસ નોંધાવા છતાં તંત્ર દ્વારા કન્ટેન્ટમેન્ટ ઝોનમાં વધારો કરાયો નથી જે વત્તા - અોછા અંશે બેદરકારી તરફ અંગુલિનિર્દેશ કરી રહ્યુ છે.
સાબરકાંઠા અેપેડેમિક અોફિસર મુકેશ કાપડીયાઅે જણાવ્યું કે છેલ્લા 24 કલાક દરમિયાન 08 દર્દી કોરોના મુક્ત થયા છે. હિંમતનગર ડીઅેસપી કચેરીનો પંજાબથી અાવેલ 45 વર્ષીય પોલીસકર્મી અને અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં સ્ટાફ નર્સ તરીકે ફરજ બજાવતી પોશીના તાલુકાના વલસાડી ગામની 23 વર્ષીય યુવતી સહિત હિંમતનગર અને ઇડરમાં 4- 4 તથા ખેડબ્રહ્મા અને પોશીનામાં 1- 1મળી કુલ 10 કેસ નોંધાયા છે. છેલ્લા 18 દિવસમાં 137 કેસ નોંધાતાં હાઇરિસ્ક કોન્ટેક્ટની સંખ્યા 13421 થઇ ગઇ છે. જે અારોગ્ય વિભાગના સર્વેલન્સ હેઠળ છે. સંક્રમણ જિલ્લાના શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ફેલાઇ ચૂક્યુ છે.
સા.કાં.ના 10 સંક્રમિતો | ||
હિંમતનગર | ||
132-સરકાર બંગ્લોઝ | 22 | પુરૂષ |
ડીઅેસપી અોફિસ | 46 | પુરૂષ |
નવા | 60 | સ્ત્રી |
સવગઢ પાણપુર પાટિયા | 58 | પુરૂષ |
ઇડર | ||
સિન્ધી કોલોની | 50 | પુરૂષ |
ડુંગરી(ભદ્રેસર) | 62 | પુરૂષ |
વેરાબર | 22 | સ્ત્રી |
રામપુર | 42 | પુરૂષ |
ખેડબ્રહ્મા | ||
વાસણા | 24 | (24) પુરૂષ |
પોશીના | ||
વલસાડી | 23 | સ્ત્રી |
વિજયનગરમાં 12:30એ બુસ્ટર ડોઝ ઉપલબ્ધ ન થતાં કોમોર્બીડે ધક્કો ખાધો
વિજયનગરના પૂર્વ જિલ્લા ઉપાધ્યક્ષ ઉમેદસિંહ ચૌહાણ વિજયનગર સીએચસીમાં બુસ્ટર ડોઝ લેવા પહોંચ્યા હતા. જેમને ડૉ. કનુભાઈ બેગડિયાએ વઘાલિયા વડલામાં આવેલા સબસેન્ટર પર વરિષ્ઠ નાગરિકને ડોઝ આપવામાં આવશે તેમ જણાવતાં તેઓ વઘાલિયા વડલા સબસેન્ટર પર પહોંચતા કોઈ હાજર ન હતું.
જે અંગે તપાસ કરતાંસેન્ટરના કર્મચારી હાર્દિકભાઈ પોતાના સહ કર્મી સાથે વિજયનગર હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓની માહિતી મેળવવા ગયા હોવાનું અને બુસ્ટર ડોઝ આવ્યો નહી હોવાનું જણાવ્યું હતું. આ અંગે તાલુકા આરોગ્ય અધિકારી ડો. એસ. એમ. ચૌહાણના જણાવ્યા અનુસાર વિજયનગર સીએચસીમાં બુસ્ટર ડોઝ આપવાનું શરૂ કરાયું હોવાનું જણાવ્યું હતું.}બિપીન નગારચી
અરવલ્લી જિલ્લાના 25 કોરોના સંક્રમિતો
34 વર્ષ, સ્ત્રી, મોડાસા, મોડાસા.
36 વર્ષ, પુરુષ, મોડાસા, મોડાસા.
65 વર્ષ, સ્ત્રી, મોડાસા, મોડાસા.
43 વર્ષ, સ્ત્રી, મોડાસા, મોડાસા.
40 વર્ષ, પુરુષ, રામસીકંપા, બાયડ
37 વર્ષ, સ્ત્રી, રામસીકંપા, બાયડ
47 વર્ષ, પુરુષ, મોડાસા, મોડાસા
38 વર્ષ, પુરુષ, ગોવિંદપુર કંપા, માલપુર
36 વર્ષ, પુરુષ, ધનસુરા, ધનસુરા
26 વર્ષ, પુરુષ, ધનસુરા, ધનસુરા
13 વર્ષ, પુરુષ, જામઠાકંપા, ધનસુરા
54 વર્ષ, સ્ત્રી, દખ્નેશ્ર્વર, બાયડ
21 વર્ષ, પુરુષ, અહમદપુરા, બાયડ
47 વર્ષ, સ્ત્રી, બાયડ, બાયડ
27 વર્ષ, પુરુષ, ભિલોડા, ભિલોડા
19 વર્ષ, સ્ત્રી, વેજપુર, ભિલોડા
37 વર્ષ, પુરુષ, ખુમાપુર, ભિલોડા
42 વર્ષ, પુરુષ, વાણીયાદ, મોડાસા
39 વર્ષ, સ્ત્રી, વાણીયાદ, મોડાસા
42 વર્ષ, સ્ત્રી, જુનીશિનોલ, ધનસુરા
61 વર્ષ, પુરુષ, શિકા, ધનસુરા
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.