દંડ:5 માસમાં માસ્ક ન પહેરનારા 14 હજાર કોરોનાપ્રેમી દંડાયા

હિં મતનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સા.કાં.માં 14370 જણ પાસેથી 70 લાખ દંડ વસૂલાયો

સા.કાં.માં પાંચ માસ દરમિયાન માસ્ક પહેર્યો ન હોય તેવા 14370 વ્યક્તિઓએ રૂ.200 થી માંડી રૂ.1 હજાર સુધીનો દંડ અમલી થયો ત્યાં સુધીમાં કુલ રૂ.70,23,006 દંડ વસૂલવામાં આવ્યો છે. એપ્રિલ થી જૂન માસ દરમ્યાન રૂ.200 સુધીનો દંડ હતો તે દરમ્યાન માત્ર 411 વ્યક્તિઓ માસ્ક વગર દંડાયા હતો. જ્યારે જુલાઈ અને ઓગસ્ટ દરમ્યાન દંડ વધારીને રૂ.500 થી રૂ.1 હજાર કરાયો હોવા છતાં 13836 લોકોએ માસ્ક ન પહેરવા બદલ રૂ.69,40,806 અને 23 વ્યક્તિઓએ રૂ.1 હજાર લેખે 23 હજાર દંડ ભરી ચૂક્યા છે. છેલ્લા બે માસ દરમ્યાન કોરોના સંક્રમણની દહેશત જ ન હોય તેમ લોકોએ રૂ.5 નો માસ્ક પહેરવાની સાવચેતી રાખવાને બદલે વિવિધ બહાના કાઢી પોણો કરોડ દંડ ભરવાનું મુનાસીબ માન્યું છે.

અન્ય સમાચારો પણ છે...