તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સહાય:સાબરકાંઠામાં 2 વર્ષમાં 36630 મહિલાઓને ગંગા સ્વરૂપ આર્થિક સહાય યોજનાનો લાભ મળ્યો

હિંમતનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • છેલ્લા એક વર્ષમાં નિરાધાર લાભાર્થી મહિલાઓની સંખ્યા 6 હજાર વધી
  • સહાયની રકમ લાભાર્થી મહિલાને બેંક કે પોસ્ટ દ્વારા સીધી ખાતામાં જમા થાય છે

નિરાધાર વિધવા મહિલાઓ સન્માનભેર જીવન ગુજારી શકે તે હેતુસર કર્યાન્વિત કરાયેલ ગંગાસ્વરૂપ આર્થિક સહાય યોજના અંતર્ગત સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં 36630 મહિલાઓને પ્રતિમાસ રૂ.1250 સહાય ચૂકવવામાં આવી રહી છે. જે સીધી લાભાર્થીના ખાતામાં જમા થઈ રહી છે. છેલ્લા એક વર્ષમાં નિરાધાર લાભાર્થી મહિલાઓની સંખ્યામાં 6 હજાર જેટલો વધારો થયો છે.

વિધવા સહાય યોજનાનું નામ બદલીને ગંગાસ્વરૂપ આર્થિક સહાય યોજના કાર્યાન્વિત કરાઇ છે. ઇન્દિરા ગાંધી નેશનલ વીડો પેન્શન સ્કીમ અને ગંગાસ્વરૂપ આર્થિક સહાય યોજનામાં સંયુક્ત રીતે લાભાર્થીને રૂ.1250 ચૂકવાય છે. રાજ્યની યોજના કાર્યાન્વિત કરતાની સાથે તંત્ર દ્વારા ડોર ટુ ડોર સર્વે કરી જરૂરિયાત મંદ લાભાર્થી મહિલાઓનો સર્વે કરી યાદી તૈયાર કરાઈ હતી. મહિલા અને બાળ વિકાસ વિભાગના વિહાભાઇએ જણાવ્યું કે વર્ષ 2019-20 માં 15103 અને વર્ષ 2020-21માં 21527 મળી કુલ 36630 મહિલાઓને યોજનાનો લાભ મળ્યો છે. આર્થિક સહાયની રકમ લાભાર્થી મહિલાને બેંક કે પોસ્ટ દ્વારા સીધી ખાતામાં જમા થાય છે.

તાલુકા અને વર્ષ મુજબ લાભાર્થીઓની સંખ્યા

તાલુકો19-2020-21
હિંમતનગર32724854
ઇડર42505635
વડાલી10551656
ખેડબ્રહ્મા7121275
પોશીના146272
વિજયનગર7081137
પ્રાંતિજ16982361
તલોદ32624337
કુલ1510321527
અન્ય સમાચારો પણ છે...