મહેશભાઈ પટેલનુ નિવેદન:રાષ્ટ્રનો સાચો વિકાસ કરવો હોય તો પ્રાકૃતિક ખેતી અપનાવો

હિંમતનગર24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સા.કાં. બેંકની પ્રાકૃતિક ખેતી અને ખેડૂતોની આવક વધારવા બાબતે ચિંતન શિબિર યોજાઈ

હિંમતનગરના બીએપીએસ સ્વામિનારાયણ મંદિર સંકુલમાં સા.કાં. બેંકના તમામ કર્મચારીઓ અને પ્રાકૃતિક ખેતીના તજજ્ઞો અને અનુભવી ખેડૂતો સાથે બેંકના ચેરમેનના અધ્યક્ષ સ્થાને ચિંતન શિબિર યોજાઇ હતી.જેમાં બેંકના ચેરમેન મહેશભાઈ પટેલે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના તમામ ખેડૂતો સાથે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જોડાયેલ બેંકના તમામ કર્મચારીઓને પ્રાકૃતિક ખેતી અને તેનાથી ખેડૂતો તથા તમામ માનવજીવન તેમજ દેશના અર્થતંત્રને થતા ફાયદાઓ વિશે ઉદાહરણો સહિત વિસ્તૃત માહિતી આપી હતી.

ચેરમેન મહેશભાઈ પટેલે તમામ કર્મચારીઓને ખેડૂતો સાથે સંકલનમાં રહી ખેડૂતોને પ્રાકૃતિક ખેતી દ્વારા ખેતીના ઉત્પાદન ખર્ચમાં ઘટાડો કરી ખેતી આવકો વધારી ખેડૂતોને સમાજમાં આર્થિક રીતે સક્ષમ બનાવવા સહભાગી થવા અનુરોધ કર્યો હતો .

શિબિરમાં પ્રાકૃતિક ખેતીના તજજ્ઞો પ્રફુલભાઈ સેંજલીયા તથા નારસંગભાઈ મોરી એ પણ હાજર રહી પ્રાકૃતિક ખેતી વિશે સમજણ આપી બેંકના તમામ કર્મચારીઓને બંને જિલ્લાઓના ખેડૂતો સાથે સંકલનમાં રહી પ્રાકૃતિક ખેતીનું સરળ અમલીકરણ કરાવી ખેત ઉત્પાદક ખર્ચમાં ઘટાડો કરાવી ખેતીની આવકો ડબલ કરાવવા જણાવ્યુ હતુય

આ સાથે સાથે સાબરકાંઠા જિલ્લામાં પ્રાકૃતિક ખેતી કરતા પ્રગતિશીલ અનુભવી ખેડૂત રઘજીભાઈ પટેલ , કાનપુર ( ઈડર ), અરવિંદભાઈ પટેલે પોતે પ્રાકૃતિક ખેતી નો અભિગમ અપનાવી ખેત ઉત્પાદન ખર્ચ ઘટાડી ખેતીની આવકમાં કરેલ વધારા અંગેના અનુભવો પણ વ્યકત કર્યા હતા.

અંતમાં બેંકના ચીફ એકઝીક્યુટીવ એચ.પી.નાયકે આભાર વિધિ કરી આ શિબિરના અધ્યક્ષ અને બેંકના ચેરમેન મહેશભાઈ પટેલ , પ્રાકૃતિક ખેતીના તજજ્ઞો પ્રફુલભાઈ સેંજલીયા, નારસંગભાઈ મોરી તથા સાબરકાંઠા જિલ્લામાં પ્રાકૃતિક ખેતી કરી ખેતીની આવકમાં વધારો કરનાર પ્રગતિશીલ ખેડૂત રઘજીભાઈ પટેલ વગેરેએ આપેલ માહિતીને બિ૨દાવી હતી.આ પ્રસંગે બેંકના હરીશભાઇ પટેલ, ગિરીશભાઈ પટેલ, સહિત અધિકારીઓ પણ હાજર રહયા હતા.

અન્ય સમાચારો પણ છે...