સ્નેહ સંમેલન યોજાયું:તમને કંઇ તકલીફ પડે તો અમારા સુધી પહોંચવાનો રસ્તો મોકળો કર્યો: સીએમ

હિંમતનગર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હિંમતનગરમાં મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં ભાજપ કાર્યકરોનું સ્નેહ સંમેલન યોજાયું

હિંમતનગર સ્વામિનારાયણ મંદિરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં યોજાયેલ ભાજપના સ્નેહ સંમેલનમાં તમને કંઇ તકલીફ પડે તો અમારા સુધી પહોંચવાનો રસ્તો મોકળો કરી દીધો છે. કહેતાની સાથે જ કાર્યકરોએ તાળીઓના ગડગડાટથી મુખ્યમંત્રીનુ અભિવાદન કર્યું હતું. સ્નેહ મિલન કાર્યક્રમમાં પહોંચતા અગાઉ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પહેલા ઉમિયા માતાના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા. કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ જે.ડી. પટેલ, હિંમતનગર ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ચાવડા, સાંસદ દીપસિંહ રાઠોડ, પ્રાંતિજ ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર વગેરેએ ઉદ્દબોધન કર્યા હતા.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હળવાશના મૂડમાં જણાવ્યું કે પાછળ બેઠેલા અત્યારે જ ચર્ચા કરી નક્કી કરી લેશે કોણ કેવું બોલ્યુ અને આગળ બેઠેલા શિસ્તનું પાલન કરવા બહાર જઇને ચર્ચા કરશે. તેમણે જણાવ્યુ કે એક વક્તાએ છોડમાં રણછોડ જોવાનું કહ્યું, આપણને જોડે બેઠેલામાં રણછોડ જોવાની આદત પાડવી પડશે આંતર કલહ, અસંતોષ અને કકળાટ વગર આગળ કેવી રીતે વધાય તે માટે વિચારવંુ જોઇએ કોઇકની ખામીને આધારે કકળાટ ન થવો જોઇએ તેનું નિરાકરણ કાઢવુ જોઇએ.

અમે યોજનાઓ કાર્યાન્વિત કરી તેનું અમલીકરણ કરીએ છીએ. તમે ગ્રાઉન્ડ લેવલ પર કામ કરો છો પ્રજાની મુશ્કેલીઓ અમારા સુધી લાવશો તો અમે અને અમારી ટીમ તેના પર સો ટકા કામ કરીશું. આ પ્રસંગે પ્રભારી મંત્રી કુબેરભાઈ ડીંડોર, સા.કાં. બેંકના ચેરમેન મહેશભાઇ પટેલ , સાંસદ રમીલાબેન બારા, ભાજપ સંગઠનના હોદ્દેદારો, કાર્યકરો હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...