આવેદનપત્ર:દૂધના ફેટના ભાવ ઘટાડો તો દાણના પણ ~100 ઘટાડો: ભારતીય કિસાન સંઘ

પુંસરી2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ભારતીય કિસાન સંઘે સાબરડેરીમાં આવેદનપત્ર આપ્યું

ભારતીય કિસાનસંઘ દ્વારા સાબરડેરીમાં આવેદનપત્ર આપી માંગ કરાઈ હતી કે વૈશ્વિક મંદીને કારણે દૂધના ફેટના ભાવમાં ઘટાડો કરાયો હોય તો સાબરદાણના ભાવમાં પણ પણ 100 રૂપિયાનો ઘટાડો કરી પશુપાલકોને થનાર નુકસાન સરભર કરી આપવામાં આવે અન્યથા પશુપાલકોને પારાવાર નુકસાન થાય તેમ છે.

સાબર ડેરી દ્વારા ગત બુધવારે સવારથી દૂધના કિલો ફેટના ભાવમાં ઘટાડો કર્યો છે.  દૂધ ઉત્પાદકોને મહામારીમાં ખેત પેદાશોના ભાવમાં પણ ઘઉં, બાજરી, મકાઈ, એરંડા, રાયડો અને વરીયાળી તથા શાકભાજી અને ફળો  કેરી જેવા પાકનું નીચા ભાવે વેચાણ કરવા મજબૂર થયા હતા. આવા સંજોગોમાં છેલ્લા કેટલાક દિવસોથી ડિઝલના ભાવમાં સતત વધારો થતો જાય છે અને સાબર ડેરી દ્વારા દૂધના ભાવમાં ઘટાડો કરવામાં આવતા પશુપાલકોને ખુબ જ નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. 

અન્ય સમાચારો પણ છે...