તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નોટિસ:હિંમતનગરમાં બાકીદાર વેરો નહીં ભરે તો તે સ્થળને નગરપાલિકા સીલ કરશે

હિંમતનગર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • બાકીદારોનો 50 લાખથી વધુ વ્યવસાય વેરો બાકી
 • 20 હજારથી વધુની રકમ ન ભરી રહેલા 250 જેટલા બાકીદારોને પાલિકા દ્વારા બબ્બે નોટિસ અપાઇ છે

હિંમતનગર પાલિકા વિસ્તારમાં વ્યવસાય કરી વાર્ષિક રૂ. 2500 નો વ્યવસાય વેરો ન ભરતા અને રૂ. 20 હજારથી વધુની રકમ ન ભરી રહેલ 250 જેટલા બાકીદારોને પાલિકાએ બબ્બે નોટિસ આપી છે પરંતુ 213 વ્યવસાયીઓ વેરો ભરવા ફરક્યા પણ નથી. જેને પગલે રીઢા બાકીદારોના વ્યવસાયના સ્થળને સીલ કરવાની કાર્યવાહી હાથ ધરાનાર છે. હિંમતનગરમાં નાના મોટા સહિત સાડા પાંચ હજારથી વધુ વ્યવસાયકારો નોંધાયેલા છે અને પાલિકા દ્વારા રૂ. 2500 લેખે વાર્ષિક વ્યવસાય વેરો લેવામાં આવે છે.

પાલિકાના વ્યવસાયવેરા વિભાગ દ્વારા મળતી માહીતી અનુસાર એપ્રિલથી 28 ડિસેમ્બર સુધીમાં 1,05,12,770 ની વ્યવસાય વેરાની વસૂલાત થઇ ચૂકી છે પ્રતિવર્ષ રૂ. 50 થી 60 લાખની વર્ષો જૂની બાકી વસૂલાત માટે ચીફ ઓફિસરની સૂચનાથી રૂ. 20 હજારથી વધુ બાકી ધરાવનાર 250 જેટલા રીઢા બાકીદારોને નિયમાનુસાર બે વખત નોટિસો આપી હતી. જે પૈકી 213 બાકીદારો ફરક્યા પણ નથી. હાલમાં રૂ. 50 લાખથી વધુ વ્યવસાય વેરાની વસૂલાત બાકી છે અને જાણવા મળી રહ્યા મુજબ રીઢા બાકીદારોના વ્યવસાયના સ્થળ સીલ કરવાની કાર્યવાહી ટૂંક સમયમાં શરૂ કરવામાં આવનાર છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો