તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

છેતરપિંડી:ઇડરના પોશીનાના યુવકને ફેસબૂક પ્રેમિકાએ લગ્નની લાલચ આપી રૂ.3.14 લાખ પડાવ્યા

હિંમતનગર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • યુવક ઇડર પોલીસ સ્ટેશનમાં તેની સાથે છેતરપિંડી થયાની ફરિયાદ નોંધાવી

ઇડર તાલુકાના પોશીનાનો છુટાછેડા લીધેલ 35 વર્ષીય યુવક ફેસબૂકીયા પ્રેમમાં પડ્યા બાદ કથિત બે સંતાનોની માતાએ પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી ક્રમશઃ રૂ.3.14 લાખ પડાવી ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપતા યુવકે ઇડર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોશીના ગામના કમલેશભાઈ સરદારભાઈ પટેલના હેપી પટેલ વાળા ફેસબૂક આઇડી પર શિતલ એસના આઈડી પરથી હાઈ મેસેજ આવ્યા બાદ બંને વચ્ચે વાતચીત બાદ એકબીજાના પરિવારથી પણ પરિચિત થયા હતા.

મિત્રતા બંધાયા બાદ ઓક્ટો-20માં શિલ્પા પટેલ નામની યુવતીને મળવા કમલેશભાઈ વડોદરા જતા શિતલે લગ્નનો પ્રસ્તાવ મુક્યો હતો. જેને છુટાછેડા લીધેલ કમલેશભાઈએ સ્વીકારી લીધો હતો.ત્યારબાદ થોડા દિવસ પછી શિતલે જણાવ્યું કે શૈલેન્દ્રસિંહ નામના શખ્સ સાથે અગાઉ લગ્ન થયા હતા અને 13 વર્ષની દીકરી તથા 16 વર્ષનો દીકરો હોવાનું તથા મનમેળ ન આવતા છુટાછેડા લીધાનું જણાવ્યું હતું.

થોડા અરસા બાદ તેની દીકરીનો બર્થ ડે હોવાનું જણાવી તા.01/09/20 ના રોજ રૂ. 5 હજાર, ઓક્ટો-20માં રૂ. 6 હજાર અને તા.19/11/20 ના રોજ રૂ. 3 હજાર શિતલે મંગાવ્યા હતા તેના એકાદ મહિના પછી ભાડું ચઢી ગયાનું જણાવી રૂ.70 હજાર, દીકરાને આઇટીઆઇ કરાવવા રૂ.50 હજાર, વડોદરામાં ફ્લેટ બુક કરાવવા રૂ.1.80 લાખ અને સોનાની વીંટી આપી હતી.

થોડા દિવસ બાદ તેના ડીપી પર બીયર પીતા ફોટા જોવા મળતા કમલેશભાઈએ શિતલને ટકોર કરતા કમલેશભાઈને ઝાટકી નાખી ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપતા કમલેશભાઈએ શિતલબેન અશોકભાઈ ગોહિલ, વિજેન્દ્ર બોડો, રોય રોય, એમ.આર નવાબી, ફીલીફ ચેમ્બુર અને પ્રિયંકા રાજપૂત વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...