તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફરિયાદ:ઇડરના દેશોતરની પરિણીતાને તું વાંઝણી રહેવાની છે કહી ત્રાસ

હિંમતનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લગ્નના બીજા દિવસથી ત્રાસ આપવાનું શરૂ કર્યું

ઇડરના દેશોતરમાં પરણાવેલી પ્રાંતિજ તાલુકાની યુવતીએ લગ્નના બીજા જ દિવસથી સાસરિયાંઓ દ્વારા તારા તરફથી કોઈ સારા સમાચાર મળ્યા નથી, તું વાંઝણી રહેવાની છે તેમ કહી તેમ કહી કંકાસ કરી મારતાં પરિણીતાએ જાદર પોલીસમાં પતિ, સાસુ, સસરા, 2 નણંદો, દિયર અને મામાજી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

ફતેપુરના સોનલબેન સોલંકી (30) ના બે વર્ષ અગાઉ ઇડરના દેશોતરમાં મહેશભાઈ માધાભાઈ સોલંકી સાથે લગ્ન થયા હતા. તેમના જણાવ્યાનુસાર લગ્નના બીજા દિવસથી જ સાસરસ્યાઓએ તું તારા બાપને ઘેર થી દહેજ માં કઈ લાવી નથી તેમ કહી ત્રાસ આપવાનું ચાલુ કર્યું હતું.ગત તા.12 જૂને સવારે સાસુ પુરીબેન, નણંદ લક્ષ્મીબેન તથા દક્ષાબેન કહેવા લાગેલા કે તારા લગ્નને બે વર્ષ થવા આવ્યા છે તારે કોઈ સંતાન થવાનું નથી તું વાંઝણી રહેવાની છે કહેતાં સોનલબેને મ્હેણાં મારવાની ના પાડતા પતિ મહેશભાઈ, દિયર મનોજભાઈ તથા મામાજી મુકેશભાઈ સોલંકી આવી ગયા હતા અને તું તારા સાસુ સામે કેમ બોલે છે કહી મહેશભાઈએ ચોટલો પકડી માર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...