તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વેક્સિનેશન:18-44 વયજૂથમાં રસી લેવામાં ઇડર 19.39% સાથે સૌથી આગળ, 0.79% સાથે પોશીના સૌથી પાછળ

હિંમતનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • સાબરકાંઠામાં 16 જાન્યુઆરીથી અત્યારસુધીમાં 36.16 ટકા વેક્સિનેશન થયું, 129813 નાગરિકોએ બીજો ડોઝ પૂર્ણ કર્યો, 11% લોકો વેક્સિનથી સુરક્ષિત

સાબરકાંઠામાં 18 વર્ષથી ઉપરના તમામ નાગરિકો પૈકી 36.16 ટકા નાગરિકોએ વેક્સિનનો પ્રથમ ડોઝ લઈ લીધો છે. જિલ્લામાં 11,71,383 નાગરિકોને વેક્સિન આપવાનું લક્ષાંક નક્કી કરાયું છે. તે પૈકી 1,03,874 નાગરિકોએ વેક્સિનનો બીજો ડોઝ પણ લઈ લીધો છે મતલબ, જિલ્લાના 18 વર્ષથી ઉપરના 11 ટકા જેટલા નાગરિકો વેક્સિનથી સુરક્ષિત થઈ ગયા છે. જ્યારે 18-44 વયજૂથમાં વેક્સિનેશનમાં ઇડર તાલુકો 19.39% સાથે સૌથી આગળ અને 0.79% સાથે પોશીના તાલુકો સૌથી પાછળ છે.

જિલ્લામાં 16 જાન્યુઆરીથી હેલ્થ વર્કરને પ્રથમ તબક્કામાં વેક્સિન આપવાનું શરૂ કરાયા બાદ ફ્રન્ટલાઈન વર્કર્સને વેક્સિન અપાઇ હતી. જિલ્લામાં 15394 હેલ્થ વર્કરે વેક્સિનનો પ્રથમ ડોઝ અને 10813 જણાએ વેક્સિનનો બીજો ડોઝ લીધો છે જ્યારે 27694 ફ્રન્ટલાઇન વર્કરે વેક્સિનનો પ્રથમ ડોઝ અને 15145 જણાએ બીજો લઇ લીધો છે. બંને કેટેગરીમાં પ્રથમ ડોઝની કામગીરી પૂર્ણ થતા 60 વર્ષથી ઉપરના નાગરિકોના વેક્સિનેશનની પ્રક્રિયા હાથ ધરાઈ હતી.

આરોગ્ય વિભાગ દ્વારા વેક્સિનેશન માટે જિલ્લામાં સર્વે હાથ ધરી 45 થી વધુ વયજૂથમાં 4,26,694 અને 18 થી 44 વયજૂથમાં 7,19,726 વ્યક્તિઓને વેક્સિન આપવાનું લક્ષ્યાંક નક્કી કરાયું હતું. આરસીએચઓ ડો. જયેશ પરમારે વિગત આપતાં જણાવ્યું કે 45 થી વધુ વયજૂથમાં 286425 નાગરિકોને પ્રથમ ડોઝ અને તે પૈકી 103874 નાગરિકોને વેક્સિનનો બીજો ડોઝ અપાયો છે જ્યારે 18 થી 44 વયજૂથમાં 93831 નાગરિકોને વેક્સિનનો પ્રથમ ડોઝ અને તે પૈકી 19 નાગરિકોને વેક્સિનનો બીજો ડોઝ અપાયો છે. અત્યાર સુધીમાં કુલ 4,15,638 નાગરિકોને પ્રથમ અને 1,03,874 નાગરિકોને વેક્સિનનો બીજો ડોઝ અપાયો છે.

વેક્સિનેશન વધારવા પ્રયાસ થશે
સાબરકાંઠા જિલ્લામાં વેક્સિનેશન પ્રક્રિયા હજુ પણ ઝડપી બનાવવા સામાજિક અગ્રણીઓ, અલગ અલગ ક્ષેત્રના લોકોમાં પહોંચ ધરાવતા વ્યક્તિઓ, સંસ્થાઓની મદદ લઇ જિલ્લાજનોને વેક્સિનેશન માટે પ્રોત્સાહિત કરવાનું આયોજન કરાઇ રહ્યું છે. પુખ્ત વયના વિદ્યાર્થીઓને શૈક્ષણિક સંકુલમાં જ કેમ્પ કરીને માસ વેક્સિનેશન કરવા વિચારાઈ રહ્યું છે. અન્ય વિકલ્પો પર પણ કામ થઇ રહ્યું છે અત્યારે લક્ષ્યાંક જેટલું જ વેક્સિનેશન થઈ રહ્યું છે ચિંતાનું કારણ નથી,> ડો. રાજેશ પટેલ, જિલ્લા આરોગ્ય અધિકારી

11 ટકા નાગરિકો વેક્સિનથી સુરક્ષિત
જિલ્લામાં કુલ 11.71 લાખ નાગરિકો પૈકી 1,03,874 નાગરિકો વેક્સિનના બે ડોઝ લઈ ચૂક્યા છે જેમાં 10813 હેલ્થ વર્કર, 15145 ફ્રન્ટલાઈન વર્કર, 45 થી વધુ વય ધરાવતા 1,03,855 અને 18 થી 44 વય જૂથના 19 મળી કુલ 129813 નાગરિકો બે ડોઝ લઇ સુરક્ષિત બન્યા છે.

સાબરકાંઠા જિલ્લાની વેક્સિનેશન વિગત તાલુકા વાઇઝ

તાલુકો45થીવધુપ્રથમ ડોઝ ટકાબીજો ડોઝટકા18થી44વયજૂથટકા
હિંમતનગર6832960.652434135.623032817.68
ઇડર6231768.062578341.372421719.39
ખેડબ્રહ્મા2805368.41049337.490719.75
પોશીના1727867.2479327.745680.79
પ્રાંતિજ3345970.781466543.831074414.07
તલોદ3714676.991317035.46969411.74
વડાલી1931467.2685035.47569213.58
વિજયનગર2053965.21376018.4135176.09
કુલ28642567.1310385536.269383113.04
અન્ય સમાચારો પણ છે...