તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દેખાડારૂપ કામગીરી:ઇડર પોલીસે હિંમતનગરમાં રેડ કરી માત્ર 60 એમએલ દારૂ ઝડપ્યો

હિંમતનગર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • માત્ર 50 રૂ. નો દારૂ કબ્જે લઇ દેખાડારૂપ કામગીરી કરી
  • રેડ કરતાં બુટલેગર ફરાર થઇ ગયો તેનો ભાઇ પકડાઇ ગયો

હિંમતનગરના ચંદ્રનગર વિસ્તારમાં ઇડર પોલીસે રેડ કરી માત્ર 50 રૂ.નો 60 એમએલ દારૂ ઝડપી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા દેખાડારૂપ કામગીરી ચર્ચાના એરણે ચઢી છે અને ઉપરી અમલદારીની સૂચનાનું પાલન કર્યું હોવાનુ બતાવવાનો પ્રયાસ થયો હોવાનુ સ્પષ્ટ થઇ રહ્યુ છે. પોલીસની રેડમાં બુટલેગર ફરાર થઇ ગયો હતો જ્યારે તેનો ભાઇ પકડાઇ ગયો હતો.

ઇડરના પોલીસકર્મીઓ દ્વારા હિંમતનગરની ચંદ્રનગર સોસાયટીમાં રહેતા કિરણભાઇ કાળુભાઇ ઉર્ફે સોમાજી ભાટ પોતાના ઘેર દારૂ રાખી વેચાણ કરતો હોવાની બાતમી મળતાં રેડ કરવા દરમિયાન તેનો ભાઇ મળ્યો હતો અને કિરણભાઇ ભાટ ઘરમાં હાજર ન હતો જેથી ઉપરના માળે જઇ રસોડામાં તપાસ કરતાં ખૂણામાંથી એક બોટલ મળી હતી.

જેમાં 60 એમ.એલ. જેટલો દારૂ ભરેલ હોઇ તે કબ્જે લઇ હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ઇડરના કોન્સ્ટેબલ જીજ્ઞેશકુમાર મનુભાઇએ ફરિયાદ નોંધાવી હતી ઉચ્ચ અધિકારી દ્વારા આંતર-તાલુકા પ્રોહીબીશન રેડ કરવાની સૂચના અપાયા બાદ ઇડર પોલીસે 60 એમ.એલ. દારૂનો કેસ બનાવી સૂચનાની ખાનાપૂર્તી કરી હોવાની ચર્ચાએ પોલીસ બેડામાં જોર પકડ્યુ છે.

અન્ય સમાચારો પણ છે...