તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:ઇડરના પાંચ ગામડામાં અહીંથી કેમ નીકળો છો કહી માથામાં કૂહાડી મારી

હિંમતનગર2 મહિનો પહેલા
 • કૉપી લિંક

ઇડર તાલુકાના પાંચ ગામડાના માતા અને દિકરો ખેતરમાં પાણી વાળવા માટે કાચા રસ્તેથી જઇ રહ્યા હતા ત્યારે બાજુના ખેતરના દંપતીએ અહીંથી કેમ નીકળો છો કહી અપશબ્દો બોલી હાથમાંથી કૂહાડી દિકરાને માથામાં મારતા ઇડર પોલીસમાં દંપતી સામે ફરિયાદ નોંધાઇ હતી.

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહીતી અનુસાર પાંચ ગામડા ગામના મધુબેન ધર્મેન્દ્રભાઇ ભગોરા અને તેમનો દિકરો અમિતકુમાર ધર્મેન્દ્રભાઇ ભગોરા તા.28/12/20 ના રોજ સાંજે પાંચેક વાગ્યાના સુમારે ખેતરમાં પાણી વાળવા માટે કાચા રસ્તે થઇ જઇ રહ્યા હતા ત્યારે બાજુના ખેતરવાળા હિંમતભાઇ મગનભાઇ બરંડા તથા તેમની પત્ની જ્યોત્સનાબેન બરંડા પાછળ બૂમો પાડતા આવ્યા હતા અહીંથી કેમ નીકળો છો કહી અપશબ્દો બોલી નજીક આવી હિંમતભાઇએ હાથમાંની કૂહાડી અમિતને માથામાં મારી દેતા જમીન પર ઢળી પડ્યો હતો તથા બંને જણાએ ગડદાપાટુનો માર મારતા બૂમાબૂમ થતા આજુબાજુમાંથી આશાબેન નરેન્દ્રભાઇ ભગોરા, ડીમ્પલબેન તથા મેનાબેન આવી પહોંચ્યા હતા અને 108ને જાણ કરી ભિલોડા કોટેજ સિવિલમાં સારવાર અર્થે ખસેડ્યા હતા. મધુબેનની ફરિયાદને પગલે ઇડર પોલીસે બંને જણા વિરૂધ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો