તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મુલાકાત:હું કોરોનામાં મૃત્યુ પામેલા પરિવારોને સાંત્વના આપવા આવ્યો છું: પરેશ ધાનાણી

હિંમતનગર18 દિવસ પહેલા
  • કૉપી લિંક
કોરોના મૃતક પરિવારોને સાંત્વના પાઠવતા વિપક્ષી નેતા - Divya Bhaskar
કોરોના મૃતક પરિવારોને સાંત્વના પાઠવતા વિપક્ષી નેતા
  • હિંમતનગરના પરબડા હડિયોલ ગામમાં વિપક્ષી નેતાએ મુલાકાત લીધી

ગુજરાત વિધાનસભા વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ હિંમતનગરની મુલાકાત દરમ્યાન રાજકારણથી પર રહી ગામે ગામ ઘેર ઘેર જઈ કોરોનામાં મૃત્યુ પામેલ પરિવારજનોને મળી તેમના પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરી સહાય મળે તે માટેનું ફોર્મ ભરાવી પરિવારજનોને સાંત્વના આપવા કોંગ્રેસી કાર્યકરોને હાકલ કરી હતી. વિપક્ષી નેતા પરેશ ધાનાણીએ રવિવારે હિંમતનગરના હડિયોલ અને પરબડાની મુલાકાત લીધી હતી અને કોરોનામાં મૃત્યુ પામેલ મૃતકોના પરિવારજનોને મળી સાંત્વના પાઠવી હતી.

રાજકારણથી ઉપર ઉઠી મૃતકના પરિવારોને મળવા કાર્યકરોને શીખ આપી તેમને સહાય મળે તે માટે ફોર્મ વગેરે ભરાવી સરકારમાં મોકલી આપવાની સૂચનાઓ આપી હતી. રૂ.4 લાખની સહાય મૃતક પરિવારને મળે જે દર્દીઓએ કોરોનાની સારવાર ખાનગી દવાખાનાઓમાં લીધી હોય તેમને ખર્ચ મજરે આપવો, કોરોના વોરિયર્સના પરિવારના સભ્યને સરકારી નોકરી આપવા માટે તેઓ વિધાનસભામાં રજૂઆત કરશે અને જરૂર પડે લડત પણ આપશે.

રાજ્યમાં ભ્રષ્ટાચાર અને મોંઘવારીએ માજા મૂકી હોઈ તેનાથી બચવા હવે પરિવર્તન એ જ માત્ર એક વિકલ્પ હોવાનું જણાવ્યું હતું. આગામી ચૂંટણી કૉંગ્રેસ ગુજરાત બચાવોના નારા સાથે લડશે. આ પ્રસંગે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કમલેશભાઇ પટેલ,તાલુકા કોંગ્રેસ પ્રમુખ લાલસિંહ પરમાર, અગ્રણી બલવંતસિંહ દેવડા, અશોકભાઈ પટેલ, પ્રિયવદન પટેલ,ઇમરાન બાદશાહ, યુસુફ બચ્ચા હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...