નજીવી બાબતે હત્યા:હિંમતનગરમાં મોબાઈલ લેવાના ઝઘડામાં પતિએ પત્નીને ઈંટ મારી હત્યા કરી, 3 માસની બાળકી સહિત 2 બાળકો મા વગરના થયા

હિંમતનગર2 વર્ષ પહેલા
  • કિફાયનગરની પ્રાથમિક શાળા સામેના બંગ્લોઝની સાઈડ પરનો બનાવ

ગઈકાલે કચ્છમાં પતિએ તેની 3 દીકરી અને પત્નીની નિર્મમ હત્યા કરી હતી. પત્નીની હત્યાનો ગુજરાતમાં ઘટનાક્રમ જારી છે. આજે હિંમતનગરના કિફાયતનગરમાં મોબાઈલ લેવાની નજીવી બાબતે પત્નીને ઈંટ મારીને પતિએ મોતને ઘાટ ઉતારી દીધી છે. ધાવણ ધાવતી 3 માસની બાળકી સહિત 2 બાળકો મા વગરના થયા છે. જ્યારે હત્યારા પતિની પોલીસે ધરપકડ કરી છે.

પરિવાર મજૂરીકામ કરતો હતો
હિંમતનગરના કિફાયતનગરમાં બંગ્લોઝની એક સાઈડ ચાલી રહી છે. ત્યાં મજૂરીકામ કરતા દાહોદના રાકેશ કાળાભાઈ મુનિયા નામના શખ્સે તેની પત્ની આશાબેનને મોબાઈલના ઝઘડામાં ઈટ મારીને મારી નાખી હતી. બંને ચારેક મહિનાથી બંગ્લોઝની સાઈટ પર કામ કરતા હતા. હત્યાની ઘટનાની જાણ થતાં હિંમતનગર ગ્રામ્ય પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને હત્યાારા પતિને પકડીને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી.

પોલીસ બાળકોને જોઈ નરમ પડી
પતિએ પત્નીને ઈટ મારીને મોતને ઘાટ ઉતારતા હિંમતનગર ગ્રામ્ય પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. જો કે હત્યા થઈ તે સ્થળે બે બાળકો હતા. તેમાં એક તો દૂધપીતું હતું. આ બંનેને જોઈને હંમેશા લોકો પર સખ્તાઈ દેખાડતી પોલીસ નરમ પડી ગઈ હતી. મહિલા પીએસઆઈનું હૈયું ભરાઈ આવ્યું હતું અને તેમણે બાળકીને પોતાના હાથમાં લઈને હૂંફ આપવા પ્રયાસ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...