કોર્ટનો નિર્ણય:પ્રાંતિજના જીવણપુરા ગામના હત્યારા પતિને આજીવન કેદ

હિંમતનગર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પ્રિન્સીપાલ સેશન્સ જજે 5 હજારનો દંડ પણ ફટકાર્યો
  • 18 માસ અગાઉ ચારિત્ર અંગે શંકા રાખી ​​​​​​​ગળુ દબાવી હત્યા કરી હતી

પ્રાંતિજ તાલુકાના જીવણપુરા ગામમાં પતિ પર 18 માસ અગાઉ ચારિત્રની શંકા રાખી ગળુ દબાવી મોત નિપજાવનાર હત્યારા પતિને તા.06-01-22 ના રોજ પ્રિન્સીપાલ સેશન્સ જજે આજીવન કેદ અને રૂ. 5 હજારનો દંડ ફટકારતો હુકમ કર્યો હતો. સમગ્ર પ્રકરણની ટૂંકમાં વિગત એવી છે કે પ્રાંતિજ તાલુકાના જીવણપુરા ગામમાં રહેતા અશોકકુમાર અજમેલજી મગનજી ચૌહાણે તા.29-07-20 ના રોજ તેમની પત્ની મિત્તલબેનના ચારિત્ર અંગે શંકા કુશંકા રાખી ગળું દબાવી ટૂંપો આપીને મોત નિપજાવ્યુ હતું. તત્કાલીન પ્રાંતિજ પીઆઇ પ્રહલાદસિંહ વાઘેલાએ 24 કલાકમાં તપાસને અંતે તા.30-07-20 ના રોજ હત્યાનો ગુનો નોંધી હત્યારા પતિને ઝડપી પાડ્યો હતો.

આ અંગેની ચાર્જશીટ ડિસ્ટ્રીક્ટ સેશન્સ કોર્ટમાં રજૂ થતાં સરકારી વકીલ વિક્રમસિંહ પરમારની દલીલો, આઇ.ઓ.ની જુબાની, મેડિકલ એવિડન્સ, હત્યાનો મોટીવ, સાક્ષીઓની જુબાની વગેરેને ગ્રાહ્ય રાખી પ્રિન્સીપાલ સેશન્સ જજ એચ.ડી. સુથારે અશોક કુમાર અજમેલજી મગનજી ચૌહાણને આઇપીસી 302માં તકસીરવાન ઠરાવી આજીવન કેદની સજા અને રૂ. 5 હજાર દંડ તથા આઇપીસી 201માં પણ ગુનો સાબિત થતાં 3 વર્ષની કેદ અને રૂ. 2 હજારનો દંડ ફટકારતો હુકમ કરી સ્ત્રીઓ સાથે અવારનવાર થતા અત્યાચારના મામલાની ગંભીર નોંધ લીધી હતી.

અન્ય સમાચારો પણ છે...