પોલીસ તપાસ:હિંમતનગરના શારદા કુંજમાંથી હોન્ડા સિટી કાર, સિવિલમાંથી બાઇકની ચોરી

હિંમતનગર19 દિવસ પહેલા
  • કૉપી લિંક

હિંમતનગર શહેરની શારદાકુંજ સોસાયટીમાંથી રાત્રે હોન્ડા સિટી કાર અને સિવિલ હોસ્પિટલ આગળ મોડી સાંજે મુકેલ બાઈકની એક જ કલાકમાં ચોરી થઇ જતા ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર પ્રાંતિજ તાલુકાના સોનાસણ ગામના અરવિંદસિંહ માનસિંહ રાઠોડે તારીખ 30/04/22 ના રોજરાત્રે નવેક વાગે તેમનું બાઈક નંબર જીજે-09-સીટી-1560 સિવિલ હોસ્પિટલની આગળ મૂક્યું હતું.

દસેક વાગે પરત આવી જોતાં ચોરી થઇ ગયાની જાણ થઇ હતી બીજા કિસ્સામાં શારદા કુંજ સોસાયટી માં રહેતા કેતનકુમાર પ્રભુદાસ પટેલ ની હોન્ડા સિટી કાર નંબર જીજે-01-એચપી-8459 તારીખ 1/05/22 ના રોજ રાત્રે દસેક વાગ્યા પછી ગમે તે સમયે ચોરી થઈ ગઈ હતી. એ ડિવિઝન પોલીસે બંને ગુના નોંધી તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...