હિંમતનગરમાં શખ્સે ઇન્સ્ટ્રાગ્રામમાં પોસ્ટ પર કોમેન્ટમાં સ્માઇલનું ઇમોજી મોકલતા અન્ય શખ્સે અપશબ્દો બોલી રાત્રે ઘર નજીક બીજા ત્રણ શખ્સો સાથે આવી અપશબ્દો બોલી માર મારતાં ચાર જણાં સામે એ ડિવિઝનમાં ફરિયાદ નોંધાઇ હતી.
તા.02-03-22ના રોજ મિતેન્દ્રસિંહ બળવંતસિંહ પરમારે (રહે. છાપરીયા આવાસ યોજના હિંમતનગર) બપોરે બેએક વાગ્યાના સુમારે તેમના મોબાઇલમાં ઇન્સ્ટ્રાગ્રામમાં કરણસિંહ લાલસિંહ ચૌહાણે ફોટો મૂકી પોસ્ટ કરતાં મિતેન્દ્રસિંહે કોમેન્ટમાં સ્માઇલનું ઇમોજી મોકલતા કરણસિંહે અપશબ્દો લખી મેસેજ કર્યા હતા અને ફોન કરી તે મારા ફોટા ઉપર કોમેન્ટ કેમ કરેલ કહી અપશબ્દો બોલી મારી નાખવાની ધમકીઓ આપી હતી.
ત્યારબાદ રાત્રે કરણસિંહ લાલસિંહ ચૌહાણ, પવન જગતસિંહ ચૌહાણ, મયુરસિંહ ભારતસિંહ બરાડ તથા સંજય ભીખુસિંહ ચૌહાણ (તમામ રહે. માચીસ ફેક્ટરી) મિતેન્દ્રસિંહના ઘર નજીક આવતા જેથી મિતેન્દ્રસિંહ ત્યાં જતા ચારેય જણાંએ ઝપાઝપી કરી પવન ચૌહાણે ગાલ પર ઝપટો મારી હતી તેમજ મયુરે પકડી રાખતા ત્રણેય જણાએ માર માર્યો હતો. બૂમાબૂમ થતા બીજા માણસો આવી જતા મારી નાખવાની ધમકીઓ આપી ફરાર થઇ ગયા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.