તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વૃક્ષ વાવેતર:હિંમતનગરને 5100 વૃક્ષોના વાવેતર સાથે હરિયાળું બનાવાશે

હિંમતનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 2500 વૃક્ષ ઘનકચરાની સાઇટ ઉપર ખુલ્લી જગ્યામાં વવાશે

હિમતનગર શહેરને નગરજનોના સહયોગથી 5100 વૃક્ષોના વાવેતરના લક્ષ સાથે હરિયાળું બનાવવા નગરપાલિકાએ નિર્ધાર કર્યો છે. હિમતનગર પાલિકા દ્વારા ગયા વર્ષે વૃક્ષ વાવેતર અંગે 85 ટકા લક્ષ્ય પ્રાપ્તિ સાથે આ વર્ષ 5100 વૃક્ષો વાવવાનો નિર્ધાર કર્યો છે. જે સિદ્ધ કરવા નગરજનોના સહયોગની અપેક્ષા વ્યક્ત કરાઇ છે. આ લક્ષ પ્રાપ્તિ માટે પાલિકા દ્વારા ચોક્કસાઈ પૂર્વકનું આયોજન કરાયું હોવાનું જણાવી પાલિકાની કારોબારી સમિતિના અધ્યક્ષ સાવન દેસાઈએ વૃક્ષ વાવેતરની વિગતો આપતાં જણાવ્યું કે, 5100 વૃક્ષના વાવેતર ને 3 વિભાગમાં વહેંચવામાં આવ્યું છે.

પાલિકાના મુખ્ય રોડ ઉપર 1500 વૃક્ષો વાવવામાં આવશે. જેના ઉછેરવાની જવાબદારી પાલિકાની રહેશે. નગરજનોના ઘર આગળ 1000 વૃક્ષો પાંજરા સાથે રોપાશે. જેને ઉછેરવાની જવાબદારી નગરજનોની રહેશે. જ્યારે 2500 વૃક્ષ પાલિકાની ઘનકચરાની સાઇટ ઉપર ખુલ્લી જગ્યામાં વાવવામાં આવશે જેના ઉછેર માટે ડ્રિપ દ્વારાપાણી આપવાની વ્યવસ્થા પાલિકાના આરોગ્ય અને બગીચા વિભાગ કરાશે.

જે નગરજનો પોતાના ઘર આગળ વૃક્ષ વાવવા અને ઉછેરવા ઇચ્છતા હોય એટલુંજ નહીં જવાબદારી પૂર્વક ઉછેર કરવાની તૈયારી હોય તેવા નગરજનોએ પોતાના વિસ્તારના કોર્પોરેટરનો સંપર્ક કરી ફોર્મ મેળવી લઈ આ વર્ષની ટેક્સ પાવતીની ઝેરોક્ષ અને 100 રૂ. ટોકન ફી સાથે પાલિકામાં જમા કરાવવના રહેશે.પાલિકા દ્વારા યોગ્ય સમયે ઘરે રૂબરૂ આવીને વૃક્ષ લગાવી અપાશે. એક વૉર્ડમાં 100 વૃક્ષ પાંજરા સાથે લગાવવાના હોઈ નગરજનોએ સત્વરે પોતાના વિસ્તારના કોર્પોરેટરનો સંપર્ક કરવાનો રહેશે.

અન્ય સમાચારો પણ છે...