તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
હિંમતનગર તાલુકા પંચાયતની હિસાબી શાખામાં બેઠેલા તાલુકા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ વિષ્ણુસિંહ ચૌહાણને વર્તમાન ઉપપ્રમુખ ધૂળસિંહ રહેવરે તેમના મત વિસ્તારની ગ્રાન્ટ ભાજપ તાલુકા સંગઠનના પ્રમુખના ગામમાં વાપરી નાખવાના મામલે બોલાચાલી થવા દરમિયાન ઝપાઝપી થતા લાફો ઝીંકી દીધાની વાત વહેતી થતાં લોકોના ટોળા ઉમટયા હતા અને વાત વધુ વણસે નહીં તે હેતુસર કચેરીના વર્ગ-4ના કર્મચારીએ પોલીસ બોલાવ્યા બાદ પૂર્વ પ્રમુખને એ ડિવિઝન પોલીસ સ્ટેશન લઇ જવાયા હતા.
સોમવારે બપોરે બે વાગ્યાના સુમારે હિંમતનગર તાલુકા પંચાયતની હિસાબી શાખામાં બીજી ટર્મમાં ભાજપને ટેકો આપનાર અપક્ષ સદસ્ય અને પૂર્વ ઉપપ્રમુખ વિષ્ણુસિંહ ચૌહાણ બેઠેલા હતા તે દરમિયાન કોંગ્રેસના બળવાખોર અને તાજેતરમાં કોંગ્રેસમાં પરત ફરેલા વર્તમાન ઉપપ્રમુખ ધૂળસિંહ મૂળસિંહ રહેવર આવીને વિષ્ણુસિંહ સાથે તેમની ગ્રાન્ટ અન્ય મત વિસ્તારમાં કેમ વાપરી કાઢી મામલે વાતચીત કરી રહ્યા હતા તે દરમિયાન બાખડી પડતા ઝપાઝપી થઈ હતી અને વિષ્ણુસિંહનું ટીશર્ટ પણ ફાટી ગયું હતું.
વર્તમાન ઉપપ્રમુખે પૂર્વ ઉપપ્રમુખને લાફો ઝીંકી દીધાની વાત પ્રસરી જતા લોકોના ટોળા ઉમટયા હતા. સમગ્ર મામલો ઉગ્ર બનતો જોઈ તાલુકા પંચાયતના કર્મચારીએ પોલીસ બોલાવી હતી.આ દરમિયાન વિરોધપક્ષ કોંગ્રેસના નેતા હરેશભાઈ પ્રજાપતિ પણ દોડી આવ્યા હતા અને બંને સદસ્યો વચ્ચે સમાધાન કરાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ લોકોનો ધસારો વધતાં જોઇને પોલીસ વિષ્ણુસિંહને એ ડિવિઝન પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી.
ભાજપ દ્વારા સત્તાનો નર્યો દુરુપયોગ : ઉપપ્રમુખ
તાલુકા પંચાયત ઉપપ્રમુખે જણાવ્યું કે ભાજપ દ્વારા સત્તાનો દુરુપયોગ થઈ રહ્યો છે. મારા મત વિસ્તાર રાજપુરમાં ગ્રાન્ટ વપરાવી જોઈએ તે તાલુકા ભાજપ સંગઠન પ્રમુખના ગામ બેરણામાં અને વાવડીમાં વાપરી કાઢવામાં આવી છે. બીજી ટર્મમાં ભાજપના ટેકામાં જતાં રહેલ અપક્ષ સદસ્ય વિષ્ણુસિંહ ચૌહાણ આ બધું કરે છે. પ્રમુખ અને અધ્યક્ષ ભાજપના તથા ઉપપ્રમુખ હું કોંગ્રેસનો છું. બેરણા અને વાવડીમાં રૂ.50-50 હજારની ગ્રાન્ટ 15 દિવસ અગાઉ ફાળવી દીધી છે અને આ લોકો જાતે જ કોન્ટ્રાક્ટનું કામ કરે છે ગ્રાન્ટની 50 ટકા રકમ ઓલવી જાય છે પ્રમુખને પણ ગાંઠતા નથી.
મારે કશું કહેવું નથી : પૂર્વ પ્રમુખ
તાલુકા પંચાયતની હિસાબી શાખામાં અને ત્યારબાદ ટીડીઓની પર્સનલ ચેમ્બરમાં વર્તમાન ઉપપ્રમુખ અને પૂર્વ ઉપપ્રમુખ વચ્ચે આટલો મોટો બખેડો થવા છતાં પૂર્વ ઉપપ્રમુખ વિષ્ણુસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે મારે કશું કહેવું નથી અને ચૂપચાપ એ ડિવિઝન પોલીસ સ્ટેશન જવા ચાલતી પકડી હતી.
મોડી સાંજે સમાધાન થયું
તા.પં. વિરોધ પક્ષ કોંગ્રેસના નેતા હરેશભાઇ પ્રજાપતિએ જણાવ્યું કે વિષ્ણુસિંહને સમજાવ્યા છે અને બન્નેને મંગળવારે સાથે બેસાડી કડવાશ દૂર કરવા સમાધાન સધાયું છે.
પોઝિટિવઃ- જે કામ માટે તમે છેલ્લાં થોડા સમયથી કોશિશ કરી રહ્યા હતાં, તે કાર્ય માટે કોઇ યોગ્ય સંપર્ક મળી જશે. વાતચીતની મદદથી તમે કોઇ મામલાનું સમાધાન શોધી લેશો. કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી તમને આત્...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.