માગણી:હિંમતનગર RTO ચાર રસ્તે પાણપુર પાટિયે પીક-અપ સ્ટેન્ડ બનાવવા માગ

હિંમતનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કાર્યપાલક ઈજનેર સ્ટેટ રોડ પ્રોજેકટ ડિવિઝન મહેસાણાને રજૂઆત

હિંમતનગર આરટીઓ ચોકડી પાણપુર પાટિયા ઉપર પીક-અપ બસસ્ટોપ બનાવવા, પોલાજપુર પાટિયાથી લઇ મહિલા કોલેજ સુધી સર્વિસ રોડ બનાવવા, બંધ થયેલ સોલાર લાઈટ ચાલુ કરવા, મહેતાપુરા એન.જી.સર્કલ પાસે સ્પીડ બ્રેકર લગાવવા કાર્યપાલક ઈજનેર સ્ટેટ રોડ પ્રોજેકટ ડિવિઝન મહેસાણાને રજૂઆત કરાઇ હતી.

હિંમતનગર-મહેસાણા હાઇવે ફોરલેન બન્યા બાદ રોડ પર આવતા ગામોને પીક-અપ બસ સ્ટોપ બનાવાયા છે. પરંતુ આરટીઓ બહાર ચોકડી પર બસ રોકાય છે ત્યાં પીક-અપ સ્ટેન્ડ બનાવાયું નથી. જેના કારણે મુસાફરોએ કઈ જગ્યાએ ઉભા રહેવું તે નક્કી કરી શકતા નથી. પાણપુર પાટિયા પર પણ પીક-અપ બસસ્ટોપ ન હોવાના કારણે નાગરિકો હાલાકી ભોગવી રહ્યા છે તથા હિંમતનગર એન.જી. સર્કલ પાસે હિંમતનગર ઇડર હાઈવે તેમજ હિંમતનગર-વિજાપુર હાઈવે આવેલ છે. આ હાઇવેનું નવીનીકરણ કરી છેલ્લા બે વર્ષથી ફોરલેન હાઈવે બનાવેલ છે. છતાં સ્પીડ બ્રેકર બનાવાયા નથી. પોલાજપુર પાટિયાથી લઇ મહિલા કોલેજ સુધીના વિસ્તારમાં જીવલેણ અકસ્માતો થયા છે. આ વિસ્તાર વસ્તીથી ભરચક હોઈ આગળ જતાં મોટી ઘટના બને તેમ છે જેથી રસ્તા પર સર્વિસ રોડ બનાવવા આવે તેમજ તોકતે વાવાઝોડું આવેલ ત્યાર બાદથી અમુક સોલાર પ્લેટ ગાયબ છે સોલાર લાઈટો પણ બંધ થયેલ હોઇ સોલાર લાઈટ ચાલુ કરવા આવે. અગાઉ તા.20-03-21 ના રોજ સા.કાં. કલેક્ટર અને કાર્યપાલક ઈજનેર માર્ગ અને મકાન વિભાગને લેખિત રજૂઆત સ્પીડ બ્રેકરને લઇ કરાઇ હતી તેમજ તા.13/07/2021 ના રોજ ડેપો મેનેજર ગુ.રા.મા.વા.વ્ય. નિગમ હિંમતનગર ખાતે પણ સમસ્યાને લઇ રજૂઆત કરવામાં આવી હતી તથા તા.20/07/2021 ના રોજ કાર્યપાલક ઈજનેર માર્ગ અને મકાન વિભાગને બસ સ્ટોપ માટે રજૂઆત કરવામાં આવી હતી પરંતુ અમારા વિભાગમાં આ કામગીરી આવતી ન હોવાનુ જણાવાતા કાર્યપાલક ઈજનેર સ્ટેટ રોડ પ્રોજેકટ ડિવિઝન મહેસાણાને રજૂઆત કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...