સ્વચ્છતા સર્વેક્ષણ:50 હજારથી 1 લાખની વસ્તીમાં હિંમતનગર રાજ્યમાં પ્રથમ નંબરે, રાજ્યની 135 જેટલી પાલિકા સાથે હરિફાઇ હતી

હિંમતનગર15 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શન માટે 18 વાહનો કાર્યરત
 • દેશમાં 28 મો નંબર, ગત વર્ષે ગુજરાત રાજ્યમાં 4 થો અને ઉત્તર ગુજરાતમાં પ્રથમ નંબર હતો

સ્વચ્છતાને કેન્દ્રમાં રાખી કેન્દ્ર સરકારના આવાસ અને શહેરી વિકાસ મંત્રાલય દ્વારા શરૂ કરાયેલ સ્વચ્છતા સર્વેક્ષણમાં હિંમતનગર પાલિકાએ ગત વર્ષના રાજ્યમાં 4 નંબરથી છલાંગ લગાવી પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો છે અને દેશમાં 28 મો ક્રમ પ્રાપ્ત કર્યો છે. 50 હજાર થી 1 લાખની વસ્તી ધરાવતી રાજ્યની 135 પાલિકા સાથે હરિફાઇ હતી.

સ્વચ્છતા સર્વેક્ષણમાં ગાર્બેજ ફ્રી શહેરોને સ્ટાર રેટીંગ પ્રોટોકોલ, ઘન કચરાનું વ્યવસ્થાપન અને નિકાલ, ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શન, ગાર્બેજ સેગ્રીગેશન, ઘન કચરાનું વૈજ્ઞાનિક ઢબે પ્રોસેસીંગ, પ્લાસ્ટીક વેસ્ટ મેનેજમેન્ટ અને આ બધાથી ઉપર શહેરીજનોના અભિપ્રાયને કેન્દ્રમાં રાખી વિવિધ પાલિકાઓને ક્રમ અપાય છે. જેમાં ઓડીએફ અને ગાર્બેજ ફ્રી સિટી તથા સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ મહત્વના પરિબળ છે.

પાલિકા પ્રમુખ યતીનબેન મોદીએ જણાવ્યું કે સ્વચ્છતા સર્વેક્ષણમાં સમાવિષ્ટ તમામ માપદંડનો સુયોગ્ય અમલ કરવા પાલિકાકર્મીઓ કામગીરી કરી રહ્યા છે. શહેરમાં ગંદકીનો ઉપદ્રવ થતો હોય તેવા ન્યુસન્સ પોઇન્ટ નક્કી કરી નિકાલ કરાયો છે. શહેરમાં ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શન માટે નાના મોટા 18 વાહનો કાર્યરત છે. અગાઉ તમામ સરકારી ક્વાર્ટર્સમાં સૂકોભીનો કચરો અલગ રાખી એકત્ર કરવા પરિપત્ર કરાયો હતો. જેમાં પણ સારા પરિણામ મળ્યા છે સૌથી મહત્વનું જાહેર શૌચાલયોની સ્વચ્છતા બાબતે પાલિકા દ્વારા સતત મોનિટરીંગ થઇ રહ્યુ છે અને સોલીડ મેનેજમેન્ટ ગાઇડલાઇન મુજબ કરાઇ રહ્યું છે.

કારોબારી અધ્યક્ષ સાવનભાઇ દેસાઇએ જણાવ્યું કે શહેરમાં તમામને ગટર કનેક્શન અપાયા છે અને એસટીપી સાઇટ પર ગંદા પાણીને પ્રોસેસ કરી માન્ય પીએચ સાથે નિકાલ કરાઇ રહ્યો છે અને આગામી સમયમાં આ પાણીનો ઉપયોગ થઇ શકે તેવું આયોજન કરાઇ રહ્યું છે. ​​​​​​​શહેરમાં એક પણ જગ્યાએ કચરા પેટી કે ડસ્ટબીન મૂકાઇ નથી અને કન્ટેનર ફ્રી શહેર બનાવાયું છે. સ્વચ્છતા જાગૃતિ માટે હોટલો, મહોલ્લા શાળાઓ, કોમ્પ્લેક્સ, સોસાયટીઓમાં સ્પર્ધાના આયોજનો થકી પ્રયાસો ચાલુ રાખતાં સારા પરિણામ મળી રહ્યા છે.

પ્રથમ નંબર પ્રાપ્ત કરવા માટે નગરપાલિકાએ આ મુજબના કાર્યો કર્યા

 • 100 ટકા ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શન અને ડમ્પીંગ સાઇટ પર વ્યવસ્થાપન
 • રહેણાક મકાન, સંસ્થાઓ, વાણિજ્યિક સંકુલો વગેરે તમામને ગટર કનેક્શન
 • વરસાદી પાણીનો સ્ટોર્મ વોટરલાઇનના માધ્યમથી નિકાલ
 • સ્વચ્છતા કામગીરીની તમામ કામગીરી સાચી અને નિયમિત અપડેટ કરી
 • એસ.ટી.પી. ના માધ્યમથી ગંદા પાણીને પ્રોસેસ કરી માન્ય પીએચ સાથે નિકાલ
 • શહેરને 100 ટકા ઓડીએફ બનાવ્યુ
 • જાહેર શૌચાલયોમાં સ્વચ્છતા અને તેનુ લોકેશન ગુગલ પર ઉપલબ્ધ
 • શહેરમાંથી કચરાપેટીઓ દૂર કરી કન્ટેનર ફ્રી શહેર બનાવ્યું
 • શહેરના રહેણાક વિસ્તારોમાં નિયમિત સફાઇ અને જાહેર મુખ્ય માર્ગો સ્થળ પર નાઇટ બ્રશીંગ
 • ઘન કચરાના નિકાલ માટે ડમ્પીંગ સાઇટ

અગાઉની ત્રુટીઓનું નિરાકરણ લાવ્યા: પાલિકા પ્રમુખ
હિંમતનગર પાલિકા પ્રમુખે યતીનબેન મોદીએ જણાવ્યું કે અગાઉના વર્ષોમાં જે ત્રુટીઓ આવી હતી તેનુ પ્રતિવર્ષ નિરાકરણ કરતા રહેતા શહેર સ્વચ્છ અને સુંદર બની રહ્યું છે પાલિકાના શહેરની સ્થિતિ અંગેના પેપરવર્ક ને શહેરીજનોના ઓનલાઇન સીધા મંગાવેલ અભિપ્રાયોએ આપેલ સમર્થન રાજ્યમાં નંબર વન બનવા માટે મહત્વનુ પરિબળ બની રહેલ છે.

સ્વચ્છતા સર્વેક્ષણમાં હિંમતનગર નગરપાલિકાનો અત્યાર સુધીનો દેખાવ

વર્ષસ્ટેટનેશનલ
2018--667
201960421
2020426
2021128
અન્ય સમાચારો પણ છે...