તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બજેટ:હિંમતનગર પાલિકાનું 105 કરોડથી વધુનું બજેટ આજે રજૂ થશે

હિંમતનગર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • નવા બોડી દ્વારા જાહેર જન આરોગ્યને પ્રાધાન્ય અપાય તેવી લાગણી

હિંમતનગર શહેરની અંદાજે 85 હજારથી વધુની વસ્તી ધરાવતા પાલિકા વિસ્તારના વિકાસ અને સુવિધાઓ પૂરી પાડવા આજે 25 માર્ચે પાલિકાના નવા ચૂંટાયેલા બોર્ડ દ્વારા રૂ.105 કરોડથી વધુનું બજેટ રજૂ કરાનાર હોવાનું જાણવા મળી રહ્યું છે ત્યારે નવા બોર્ડ દ્વારા આવનારા સમયમાં મહત્વના બની રહેનાર જાહેર જન આરોગ્યને પ્રાધાન્ય અપાય તેવી લાગણી પ્રવર્તી રહી છે.

ગત વર્ષે હિંમતનગર નગરપાલિકાનું રૂ.107 કરોડનું બજેટ રજૂ થયું હતું આ વર્ષે રૂ. બે-ત્રણ કરોડ ઉપર નીચે રહેશે. ગયા બજેટમાં શહેરમાં ત્રણ ઓવર બ્રિજ માટેની પરીકલ્પના કરાઇ હતી જેમાં વર્ષ પૂરું થવા છતાં કોઈ પ્રગતિ થઈ નથી બજેટ માત્ર આંકડાની માયાજાળ હોવાનું તથા ડામર પાથરવો, જમીનમાં પાઇપ લાઇનો નાખવી, કર્મચારીઓનો પગાર ખર્ચ વગેરેથી વિશેષ કંઈ હોતું નથી. હિંમતનગર શહેરમાં વિકાસના મોટા ભાગના કામ થઈ ચૂકયા છે.

એડવોકેટ ભરતભાઇ ભટ્ટે જણાવ્યું કે જાહેર જન આરોગ્યને પ્રાધાન્ય આપવાનો સમય પાકી ગયો છે.રોડ, રસ્તા, ગટર લાઈનથી ઉપર ઉઠીને નવું વિચારવું જોઈએ શહેરીજનોને શુદ્ધ પાણી પૂરું પાડવા સહિત દરેક વોર્ડમાં પાલિકા સંચાલિત ક્લીનીક માટે પણ વિચારવું જોઈએ એવા નિર્ણયો માટે પ્રબળ રાજકીય ઇચ્છાશક્તિ જરૂરી છે.

નાગરીક શૈલેષભાઇએ જણાવ્યુ કે તમામ વોર્ડમાં સંતુલિત વિકાસ થવો જોઇએ સ્લમ વિસ્તાર ધરાવતા વોર્ડમાં પણ વિકસિત વોર્ડ જેટલી જ સુવિધાઓ હોવી જોઈએ. હિંમતનગર શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં વિકાસની દ્રષ્ટિએ વિરોધાભાસ જોવા મળે છે. અત્યાર સુધી આરોગ્ય સેવાઓ મામલે વિચાર્યુ જ નથી પાલિકાના આરોગ્ય વિભાગને મહત્તમ બજેટ ફાળવી આરોગ્ય સુવિધાઓ અંગે વિચારવુ જોઈએ જે હાલના શાસકો માટે શક્ય જણાતુ નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો