તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:હિંમતનગર પાલિકાએ વેરા વસૂલાત અંતર્ગત વધુ 8 મિલકતો સીલ કરી

હિંમતનગર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • 4 બાકીદારોએ ્થળ પર ચેક આપી દીધા

હિંમતનગર પાલિકા દ્વારા રીઢા બાકીદારો વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી વોરંટ ઈશ્યુ કરી 8 મિલકતો સીલ કરતાં બાકીદારોમાં દોડધામ મચી હતી અને રીઢા બાકીદારોએ એક જ દિવસમાં રૂ.7,25,739 વેરો જમા કરાવી દીધો હતો. હિંમતનગર પાલિકા વિસ્તારના મિલકત ધારકો પાસેથી રૂ. 10 કરોડ જેટલો વેરો દર વર્ષે લેવાનો થાય છે. તે પૈકી ચાલુ વર્ષે 7,91,73,870 ની વેરા વસૂલાત થઈ ચૂકી છે અને માર્ચ માસમાં 1 કરોડથી વધુની વસૂલાત કરવાનું લક્ષ્યાંક નક્કી કરાયું હતુ તે પૈકી રૂ. 90 લાખ થી વધુની વસૂલાત થઇ ચૂકી છે.

ટેક્સ વિભાગના વડા હેમંતભાઈ ધૂવાડે જણાવ્યું કે પાલિકા ચીફ ઓફિસર યશપાલસિંહ વાઘેલાની સૂચનાથી બાકીદારોને વોરંટ ઇશ્યુ કરી બાકીદારોની મિલકતો સીલ કરવાની કાર્યવાહી હાથ ધરતાં શનિવારે વધુ 8 મિલકતો સીલ કરતા 4 મિલકત ધારકોએ સ્થળ ઉપર ચેક આપી દીધો હતો. અન્ય બાકીદારો પણ કાર્યવાહીને પગલે પાલિકામાં પહોંચી બાકી નીકળતો રૂ. 7,25,739 ટેક્સ ભરતાં અત્યાર સુધીમાં કુલ રૂ.7,91,73,870 ની વેરાવસૂલાત કરાઇ છે.

આમની મિલકતો સીલ કરાઇ
મેમણ જુબેદાબેન જાનમહંમદ, ખારવા સૂર્યાબેન ઉમજીભાઇ , રાણાવડીયા મોહંમદ આઝમ મો.જમાલ, હજીયાની જમીલાખાતુન મોહમદભાઇ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો