તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બજેટ:હિંમતનગર પાલિકાએ બજેટનું કદ ~ 2 કરોડ ઘટાડ્યું, પણ બાંધકામ, પાણી પુરવઠા અને ગટરના કામોને સાચવી લીધા

હિંમતનગર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
હિંમતનગર પાલિકાના નવનિયુક્ત કારોબારી અધ્યક્ષે ગુરૂવારે વર્ષ 2021-22 નું 105 કરોડનુ ડ્રાફ્ટ બજેટ પાલિકા પ્રમુખ યતીનબેન મોદી, ચીફ ઓફિસર યશપાલસિંહ વાઘેલા, ઉપપ્રમુખ અમૃતભાઇ પુરોહિતની ઉપસ્થિતિમાં રજૂ કર્યું હતું. - Divya Bhaskar
હિંમતનગર પાલિકાના નવનિયુક્ત કારોબારી અધ્યક્ષે ગુરૂવારે વર્ષ 2021-22 નું 105 કરોડનુ ડ્રાફ્ટ બજેટ પાલિકા પ્રમુખ યતીનબેન મોદી, ચીફ ઓફિસર યશપાલસિંહ વાઘેલા, ઉપપ્રમુખ અમૃતભાઇ પુરોહિતની ઉપસ્થિતિમાં રજૂ કર્યું હતું.
 • પાલિકાનું 105 કરોડનું બજેટ મંજૂર,બજેટની 20 % રકમ સ્લમ વિસ્તારના વિકાસ માટે ખર્ચાશે
 • 5 હજાર વૃક્ષો વાવી શહરેને હરિયાળુ કરાશે,ફ્લાયઓવર અને અંડર બ્રિજ માટે ગત બજેટમાં નાણાં ફાળવ્યા હતા કોઇ પ્રગતિ ન થતાં આ વર્ષે પણ ~6 કરોડ ફાળવ્યા

હિંમતનગર પાલિકાના નવનિયુક્ત કારોબારી અધ્યક્ષે ગુરૂવારે વર્ષ 2021-22 નું 105 કરોડનુ ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું હતું. ગત વર્ષની સરખામણીએ બજેટમાં માત્ર રૂ. 2 કરોડનો ઘટાડો જોવા મળ્યો હતો. પરંતુ બાંધકામ, પાણી પુરવઠા વિભાગ, ગટર લાઇનને બજેટમાં સાચવી લેવાયા હતા. ફ્લાયઓવર અને અંડર બ્રિજ માટે ગત વર્ષે પણ બજેટમાં નાણાની ફાળવણી કરાઇ હતી જેમાં કોઇ પ્રગતિ થઇ નથી અને આ વખતે પણ રૂ. 6 કરોડની ફાળવણી કરવામાં આવી છે.

ગત વર્ષે હિંમતનગર પાલિકાનું રૂ. 107 કરોડનુ બજેટ મંજૂર કરાયુ હતુ. જ્યારે આ વખતે બે-પાંચ ટકા વધારો કરવાને બદલે રૂ. 2 કરોડના ઘટાડા સાથે બજેટ રજૂ કરાયુ હતું. પાલિકા પ્રમુખ યતીનબેન મોદી, ચીફ ઓફિસર યશપાલસિંહ વાઘેલા, ઉપપ્રમુખ અમૃતભાઇ પુરોહિતની હાજરીમાં બજેટ યોજાયું હતું. હિંમતનગરના બ્યુટીફીકેશનથી માંડી ટ્રાફિક સમસ્યાને દૂર કરવા અંડર -ઓવર બ્રિજ માટે નાણાંની જોગવાઇ કરાઇ છે.

કારોબારી અધ્યક્ષે જણાવ્યુ કે હિંમતનગર પાલિકા સંચાલિત સ્મશાનમાં દર વર્ષે અંદાજે 2 લાખના ગેસનો ખર્ચ થતો હતો સાબરમતી ગેસ કંપની સાથે વાતચીત કરી સીએસઆર પ્રોજેક્ટમાં સમાવેશ કરાવતા અાગામી સમયમાં આ નાણાં બચાવાયા છે. રોડ રસ્તા બ્લોક માટે રૂ. 4.65 કરોડની જોગવાઇ શહેરમાં નવીન રોડ રસ્તા તથા મરામત માટે કુલ રૂ. 4.65 કરોડની જોગવાઇ કરાઇ છે. નવીન લાદી રોડ, કોંક્રીટ રોડ, બ્લોક અને રિપેરીંગ માટે રૂ. 2 કરોડ, નવીન ડામર રોડ, મેટલ રોડ માટે રૂ. 1 કરોડ અને વરસાદથી નુકસાન થયેલ રોડની મરામત માટે રૂ. 1.65 કરોડની જોગવાઇ કરાઇ છે.

બાંધકામની 53.88 કરોડની જોગવાઇની કાયદેસરતા એરણે પાલિકાના 105 કરોડના બજેટમાં મલાઈદાર બાંધકામ વિભાગમાં કરાયેલ રૂ.53.88 કરોડની જોગવાઈ એરણે ચઢી છે. જેમાં અલગ અલગ હેડે આવતી સરકારી ગ્રાન્ટને ડાયવર્ટ કરાઇ છે. નવા ચૂંટાયેલ બોડીને આનો અનુભવ નથી નલ સે જલ યોજનાના 5 કરોડ, સુજલામ સુફલામ જળસંચય ગ્રાન્ટના રૂ.40 લાખ, સંસદ સભ્ય રાજ્યસભાના સભ્ય ફંડના રૂ. 40 લાખ સહિત વિવિધ ગ્રાન્ટોને બાંધકામ વિભાગમાં ફાળવાઇ છે. ગ્રાન્ટના હુકમો અને સિદ્ધાંતો એવું કહે છે કે સૌથી પહેલા સફાઈના કામોમાં વાપરવી બીજા નંબરે શુદ્ધ ગુણવત્તા યુક્ત પાણીની સુવિધા માટે આવી તમામ બાબતોની સંતોષકારક પૂર્તિ થયા બાદ ચીફ ઓફિસર પ્રમાણપત્ર આપે કે હવે આ વિભાગમાં આ ગ્રાન્ટ ની જરૂર નથી ત્યારે જ બીજા વિભાગમાં વાપરી શકાય.

રિપીટ, રિપીટ| જૂનું કામ રીપીટ કરાયું
હિંમતનગર પાલિકા વિસ્તારમાં સમાવિષ્ટ ગોકુલનગર ફાટક, મોતીપુરા અને ભોલેશ્વર ખાતે ત્રણ ઓવરબ્રિજ બનાવવાનું આયોજન કરાયુ છે. જેમાં રાજ્ય સરકારની મદદ પણ મળનાર છે. પરંતુ અાગામી સમયમાં ટેન્ડરીંગ વગેરે કરાયા બાદ એજન્સી નક્કી થતાં નાણાં ચૂકવવાની જરૂરિયાત ઉભી થનાર હોઇ રૂ. 6 કરોડની જોગવાઇ કરાઇ છે.
આયોજન|નલ સે જલ યોજના અંતર્ગત મળનાર 5 કરોડ નવીન ટાંકીઓ, સમ્પ, પાણીના શુદ્ધિકરણ પાછળ ખર્ચાશે
નલ સે જલ યોજના અંતર્ગત પાલિકાને રૂ. 5 કરોડની ગ્રાન્ટ મળનાર છે આ નાણાંથી શહેરમાં પાણીની 3 ઓવરહેડ ટાંકી, 2 સ્ટોરેજ સમ્પ, પાણી શુદ્ધિકરણ રીપ્રોસેસ સંસાધનો, નવીન બોર બનાવવામાં આવશે. શહેરીજનોને શુદ્ધ, પર્યાપ્ત અને નિયમિત પાણી મળી રહે તે માટે આયોજન કરાયુ છે.

લક્ષ્યાંક| હિંમતનગર શહેરને હરિયાળુ બનાવવા 5 હજાર વૃક્ષો વાવી જતન કરાશે
પાલિકા પ્રમુખ યતીનબેન મોદીએ જણાવ્યુ કે શહેરને હરિયાળુ અને સુંદર બનાવવાનુ તથા ફરિયાદ મુક્ત કરવાનું લક્ષ્યાંક નક્કી કરાયુ છે. જેના અંતર્ગત 5 હજાર વૃક્ષોનુ વાવેતર કરી જતન કરાશે તથા કેનાલ ફ્રન્ટ વિવિધ સુવિધાઓ થી સજ્જ કરી શહેરના એન્ટ્રી એક્ઝીટ પોઇન્ટનુ પણ બ્યુટીફીકેશન કરાશે. શહેરને કોઇ પણ પ્રકારની ફરિયાદોથી મુક્ત કરવાનો પ્રયાસ કરાશે. શુદ્ધ અને પર્યાપ્ત પાણીનો જથ્થો વિતરણ કરવા સહિત ઓટો મેટીક વોટર મેનેજમેન્ટ સિસ્ટમનુ પણ આયોજન કરાયુ છે.

આશા|પાલિકાના નવીન બિલ્ડીંગ માટે 5 કરોડ-ગટર યોજના માટે 3.28 કરોડ ફાળવાયા
હિંમતનગર પાલિકાનુ નવીન બિલ્ડીંગ બનાવવા માટે બજેટમાં ફરી એકવાર રૂ. 5 કરોડની જોગવાઇ કરાઇ છે. કોરોનાને કારણે એક વર્ષ જેટલો વિલંબ થયા બાદ ચાલુ વર્ષે કામ શરૂ કરવા આશાન્વિત છે. શહેરમાં ગટર યોજના સુચારૂ રૂપે ચલાવવા અને પંપીગ સ્ટેશનની મરામત સહિતના ખર્ચ માટે રૂ.3.28 કરોડની જોગવાઇ કરાઇ છે.

નિર્ધાર| રેન બસેરા માટે 5 લાખની જોગવાઇ
ઘર વિહોણા લોકોને આશ્રય માટે રેન બસેરાનુ નિર્માણ થઇ રહ્યુ છે. જેના માટે રૂ. 2.09 કરોડની જોગવાઇ કરાઇ છે. આ નાણાંકીય વર્ષમાં કામગીરી પૂર્ણ કરી લોકાર્પણ કરવાનું લક્ષ્યાંક નક્કી કરી જાળવણી માટે વધુ5 લાખની જોગવાઇ કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો