તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વેરા વસુલાત:હિંમતનગર પાલિકાએ એક વર્ષમાં ~8 કરોડ વેરો વસૂલ્યો

હિંમતનગર16 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસ્વીર
 • ગત વર્ષની સરખામણીએ 57 લાખ વધુ વસૂલ્યા

હિંમતનગરના રહીશોએ લોકડાઉન, સેમી લોકડાઉન, કોરોનાની દહેશત જેવી પરીસ્થિતિમાં પણ ચાલુ નાણાંકીય વર્ષમાં ગત વર્ષની સરખામણીએ રૂ.57 લાખ જેટલી વધુ રકમનો વેરો પાલિકામાં જમા કરાવતા 31 માર્ચના અંતે પાલિકામાં રૂ.8,01,80,155 ની વેરા વસૂલાત થઇ છે. તદઉપરાંત રૂ.1.55 કરોડ વ્યવસાય વેરાની પણ આવક થઈ છે.

હિંમતનગર પાલિકા દ્વારા ચાલુ વર્ષે માર્ચ માસમાં રૂ.1 કરોડ અને કુલ રૂ. 8 કરોડની વેરા વસૂલાતનું લક્ષ્યાંક નક્કી કરાયુ હતુ માર્ચ દરમિયાન રીઢા બાકીદારોને વોરંટ ઇશ્યુ કરી 22 થી વધુ મિલકતોને સીલ કરવા સુધીની કાર્યવાહી કરાઇ હતી. ટેક્સ વિભાગના વડા હેમંતભાઇ ધૂવાડે જણાવ્યુ કે ઓનલાઇન ટેક્સની સુવિધા અને પાલિકાના ટેક્સ વિભાગમાં રજાના દિવસે પણ વેરા વસૂલાતની કાર્યવાહી માર્ચમાં ચાલુ રખાતાં ગત વર્ષે થયેલ રૂ.7,44,48,322 ની વેરાવસૂલાત સામે ચાલુ વર્ષે રૂ.57 લાખ વધુ વેરા વસૂલાત કરવામાં સફળતા મળતા 31 માર્ચના અંતે રૂ.8,01,80,155 ની વેરાવસૂલાત થઇ શકી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો