તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
હિંમતનગરને અડીને આવેલ હાજીપુરના યુવકે ત્રણેક વર્ષ અગાઉ માસિક દોઢ ટકાના વ્યાજે રૂ. 10 લાખ ગામના શખ્સ પાસેથી લીધા બાદ 1 લી ડિસેમ્બરે નાણાં ધીરનારનો હવાલો લેનાર દિસુ દેસાઇ નામના શખ્સે 18 ડિસેમ્બરે પઠાણી ઉઘરાણી કરતાં ત્રણ દિવસની મુદત માંગતા એક દિવસના રૂ. 20 હજાર લેખે રૂ. 60 હજાર વસૂલી પ્રતિદિન રૂ. 20 હજાર વ્યાજ અને રૂ. 20 હજાર પેનલ્ટી મળી રોજના રૂ. 40 હજારની માંગણી કરી પરિવારને ઉઠાવી જવાની અને પૈસાની સગવડ ન હોય તો પત્નીને મૂકી જવાની ધમકી આપતાં બે સામે શુક્રવાર રાત્રે ફરિયાદ નોંધાઇ છે.
જાનથી મારી નાખવાની ધમકી આપી
એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં હાજીપુરના સંકેત હરેશભાઈ પટેલે હિંમતનગરના દીસુભાઇ મનુભાઇ દેસાઇ અને હાજીપુરના હરસિધ્ધભાઈ કનુભાઇ પટેલ સામે ફરિયાદ નોધાવી છે. જેમાં હરસિધ્ધ ફરીયાદી પાસેથી રૂ. 10 લાખ દીસુને આપવા જણાવીને રૂપિયાના વ્યાજ પેટે દરરોજના રૂ.20 હજારની માગણી કરી અને મોડા આપવા બદલની પેનલ્ટી લેખે રૂ. 40 હજારની માગણી કરી હતી. તેણે ઉઘરાણી દરમિયાન સંકેતને મા-બેન સામું બીભત્સ ગાળો બોલી જાનથી મારી નાખવાની રૂબરૂમાં તેમજ મોબાઇલ ફોનથી ધમકીઓ આપી આરોપી હતી.
ખેડૂત પાસેથી સહી કરાવી કોરો ચેક લઈ લીધા
બંનેએ ખેડૂતને વાહનમાં ફાર્મ હાઉસ પર લઇ જઇને તેના પરિવારને ઘરેથી ઉઠાવી લઇ ગુમ કરી દેવાની ધમકીઓ આપી હતી. જેમાં પહેલા રૂ. 60 હજાર, રૂ. 25 હજાર તથા રૂ. 70 હજાર એમ કુલ રૂ.1.55 લાખ દીપુએ રોકડા અને હરસિધ્ધે ફોનપે મારફતે વ્યાજ તથા પેનલ્ટીરૂપે બળજબરીથી કઢાવી લીધા હતા. બંનેએ ઊંચા વ્યાજે નાણાંનું ધિરાણ કરી ઊંચુ વ્યાજ વસુલ કરવા ખેડૂત પાસે પઠાણી ઉઘરાણી કરી સતામણી કરી તેમજ હરસિધ્ધે સંકેતના સહીવાળા કોરા ચેકો લઇ લીધા હતા.
પરિવારને ઉઠાવી લેવાની ધમકી આપી
તા. 21 ડિસે. ના રોજ સાંજે દીસુભાઇએ ફોન કરી વ્યાજની સગવડ કરી રાખવા જણાવ્યું હતું અને તા. 22 ડિસે. ના રોજ સંકલ્પ હોટલ આવી સંકેતભાઇ પાસેથી રૂ. 25 હજાર લઇ સંકેતભાઇને ગાડીમાં બેસાડી હરસિદ્ધભાઇના ફાર્મ પર લઇ ગયા હતા. પેનલ્ટી સહિત રૂ. 70 હજારની માંગણી કરી પૈસા નહી આપો તો સંકેતભાઇ અને પરિવારને ઉઠાવી લેવાની અને પૈસાની સવગડ ન થાય તો પત્નીને તેની પાસે મૂકી જવાની ધમકી આપી હતી. જેને પગલે તા. 23 ડિસે.ના રોજ રૂ. 60 હજાર રોકડા આ બંનેને આપ્યા હતા અને રૂ. 10 હજાર હરસિદ્ધભાઇના ફોન પે એકાઉન્ટમાં જમા કરાવ્યા હતા.
વ્યાજખોરીની ગેરકાયદેસરની પ્રવૃત્તિ કરનારને પાસા હેઠળ જેલહવાલે કરાશે
રાજ્યમાં વ્યાજખોરીનું દૂષણ દૂર કરવા અને લોન શાર્ક જેવા લોકો દ્વારા વ્યાજની વસૂલીના નામે લોકોને પાયમાલ કરવામાં ન આવે તે માટે રાજ્ય સરકારે કાયદામાં પણ સુધારા કરીને ગુંડા એક્ટ અને પાસા એક્ટમાં વ્યાજખોરીના ગુનાને પણ આવરી લેવામાં આવ્યા છે. જેથી હવે વ્યાજખોરીની ગેરકાયદેસરની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા લોકોને પણ પાસા હેઠળ જેલ હવાલે કરી શકાય છે.
આરોપીઓમો સ્ટે કે રાહત મેળવતા અટકાવી શકાશે
બળજબરીથી નાણાં વસુલ કરનારાઓ સામે ગુના દાખલ કરીને, સત્વરે આરોપીઓની પુરાવા આધારે ધરપકડ કરવા આદેશ આપવામાં આવેલો છે. જેથી આરોપી દ્વારા આગોતરા જામીન લેવાની અથવા અદાલત તરફથી તપાસ ઉપર સ્ટે કે રાહત મેળવી લેવાની શક્યતા નકારી શકાય. ઘણી વખત વ્યાજખોરો દ્વારા વ્યાજના નાણાની અવેજમાં દેણદારોની મિલકત પણ પડાવી લેવામાં આવતી હોય છે.
વ્યાજખોરોએ કબ્જે કરેલી મિલકત મૂળ માલિકને પરત આપવાની જોગવાઈ
આવા બનાવોમાં મનીલોન્ડર્સ એક્ટ હેઠળ રજીસ્ટ્રાર દ્વારા આવી મિલકત વ્યાજખોરો પાસેથી કબ્જે કરીને મૂળ માલિકને પરત અપાવવાની જોગવાઇ છે. આ જોગવાઇ સંદર્ભે પણ રજીસ્ટ્રાર મારફતે કાર્યવાહી કરાવવા તમામ પોલીસ અધિકારીઓને સૂચના આપવામાં આવી છે. ઉપરાંત આવા આરોપીઓ સામે PASA અને ધ પ્રિવેન્સન્સ ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ પણ કાર્યવાહી કરવા જણાવવામાં આવેલું છે. જેથી આવા આરોપીઓ દ્વારા ગુનાહિત પ્રવૃત્તિથી વસાવેલી સંપત્તિને પણ ટાંચમાં લઇ શકાય. આવા આરોપીઓનું લિસ્ટ બનાવીને તેમની ગતિવિધિ ઉપર વોચ રાખવા માટે પણ સૂચના આપવામાં આવેલી છે.
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.