આનંદો:હિંમતનગર - ડુંગરપુર રેલવેનો 15 જાન્યુઆરીથી પ્રારંભ

હિંમતનગર5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • છેલ્લા એક માસથી ગુડઝ ટ્રેન આ ટ્રેક પર ચલાવાય છે

ફરી અેકવાર કોરોનાનુ સંકટ ન નડ્યુ તો અગામી 15 જાન્યુઅારી થી અમદાવાદ - હિંમતનગર ડેમુ ટ્રેનનું અેક્સટેન્શન કરી ડુંગરપુર સુધી દોડાવવાની કવાયત પૂર્ણ થઇ ગઇ છે છેલ્લા અેક માસથી ગુડઝ ટ્રેન અા ટ્રેક પર ચલાવાઇ રહી છે. પ્રતિદિન અપ અેન્ડ ડાઉન અેક ટ્રીપ શરૂ કરવામાં અાવનાર છે.

હિંમતનગર - અમદાવાદ ડેમુ ટ્રેન સેવા શરૂ થઇ ગઇ છે અને હિંમતનગર - ડુંગરપુર ગેજપરિવર્તન કામગીરી પૂર્ણ થઇ ગયા બાદ ગત વર્ષે માર્ચ માસમાં સીઅારઅેસ મંજૂરી મળ્યા બાદ રેલ સેવા શરૂ થવાની અાશા બંધાણી હતું મહામારીને કારણે સીઅારઅેસનું ગ્રીન સીગ્નલ મળવા છતાં રેલ સેવા શરૂ થઇ શકી નથી.

છેલ્લા અેકાદ માસથી અા ટ્રેક પર ગુડઝ ટ્રેન ચલાવાઇ રહી હોવાથી પેસેન્જર ટ્રેન શરૂ થવાના સંજોગો ઉજળા બન્યા હતા. રેલ્વે દ્વારા 15 જાન્યુઅારીથી અમદાવાદથી હિંમતનગર ડેમુ ટ્રેનને ડુંગરપુર સુધી લંબાવવાની જાહેરાત કરાઇ છે. ડેમુ ટ્રેન સવારે 9:30 કલાકે અસારવાથી હિંમતનગર થઇ બપોરે 2:00 કલાકે ડુંગરપુર પહોંચશે અને ડુંગરપુર થી 2:20 કલાકે નીકળી હિંમતનગર થઇને સાંજે 18:45 કલાકે અસારવા પહોંચશે.

અન્ય સમાચારો પણ છે...