તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હુકમ:તલોદના રોઝડના બે શખ્સોને ચેક રિટર્નમાં 6 માસની સજા, હિંમતનગર કોર્ટે 82હજાર દંડ પણ ફટકાર્યો

હિંમતનગર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હિંમતનગરમાં 636 લાભાર્થીઓને આવાસ યોજનાના મંજૂરીપત્રો અપાયાં

હિંમતનગર કોર્ટે ચેક રિટર્ન કેસમાં તલોદના રોઝડ ગામના બે આરોપીઓને 6 માસની કેદ અને રૂ. 82590 નો દંડ ફટકારતાં બેંકના બાકીદારોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. તલોદ તાલુકાના આધ્યશક્તિ જે. એલજી ગૃપના લીડર અનિલસિંહ મહેન્દ્રસિંહ ઝાલા અને વિક્રમસિંહ ખુમસિંહ ઝાલા (બંને રહે. રોઝડ તા. તલોદ)એ ધી સાબરકાંઠા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લી. ની રોઝડ શાખામાંથી રૂ. 1,20,000 ની લોન લીધી હતી.

પરંતુ તેના હપ્તા નિયમિત ન ભરતાં બેંક દ્વારા વારંવાર વસુલાત માટે તાકીદ કરતા બેંકને કાયદેસરની લ્હેણી રકમ પેટે રોઝડ શાખાનો રૂ.82,590 નો તા. 27-06-17 નો ચેક આપ્યો હતો. જે ચેક પરત થતાં બેંક દ્વારા કાર્યવાહી હાથ ધરાઇ હતી. જે અન્વયે ચોથા એડી. જ્યુડીશિયલ મેજીસ્ટ્રેટ શબાનાબાનુ અબ્દુલરજાક મેમણની કોર્ટમાં કેસ ચાલી જતાં વકીલ પ્રશાંત કનુભાઇ શાહની દલીલોને ગ્રાહ્ય રાખી બંને આરોપીઓને રૂ.82590 નો દંડ તથા 6 માસની સજા નો હુકમ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...