નિમણૂંક:હિંમતનગર સીઓ યશપાલસિંહ વાઘેલાની દાહોદ બદલી કરાઈ

હિંમતનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દાહોદ ચીફ ઓફિસર નવનીતભાઇ સી.પટેલની નિમણૂંક

શહેર વિકાસ અને ગૃહ નિર્માણ વિભાગના સેક્શન અધિકારીએ રાજ્યના 33 ચીફ ઓફીસરોની બદલીનો ગંજીપો ચીપતા હિંમતનગર ચીફ ઓફીસરને દાહોદ બદલી કરાઈ હતી. દાહોદ ચીફ ઓફીસર નવનીતભાઇ સીપટેલની નીમણુંક કરાઇ છે જે બીજી વખત હિંમતનગર સીઓ તરીકે ચાર્જ સંભાળશે.

હિંમતનગર પાલિકામાં છેલ્લા કેટલાક સમયથી ચીફ ઓફીસર યશપાલસિંહ વાઘેલા અને પાલિકા કર્મીઓ તથા કાઉન્સીલરો વચ્ચે ગજગ્રાહ ચાલી રહ્યો હતો અને તમામ વિગતો બહાર આવી રહી હતી પાલિકા કર્મીઓની ફરિયાદો અને કાઉન્સીલરોની સતત અવગણના બાદ રાજકીય અગ્રણીઓ સાથે પાલિકા કાઉન્સીલરોએ પૂર્વ મુખ્યમંત્રી અને વર્તમાન મુખ્યમંત્રીને રૂબરૂ મળી ચીફ ઓફીસરને બદલવા બબ્બે વખત રજૂઆત કરી હતી. પાલિકાના ચાલતા કામોના ચૂકવણામાં પણ વિલંબ થઇ રહ્યો હોવાની ચર્ચાઓ અને તેનો દોષનો ટોપલો પણ ચીફઓફીસર પર ઢોળવામાં આવી રહ્યો હતો.

મંગળવારે ધનતેરસના દિવસે રાજ્યના ચીફ ઓફીસરોની બદલીના ઓર્ડરમાં હિંમતનગર ચીફ ઓફીસર યશપાલસિંહ વાઘેલાને દાહોદ ટ્રાન્સફર કરવાનો હુકમ કર્યો હતો. તેમની જગ્યાએ દાહોદ ચીફ ઓફીસર નવનીતભાઇ સીપટેલની નીમણુંક કરાઇ છે જે બીજી વખત હિંમતનગર સીઓ તરીકે ચાર્જ સંભાળશે.

અન્ય સમાચારો પણ છે...