તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કામગીરી:હિંમતનગર સિવિલના માઇક્રોબાયોલોજીના કર્મચારીઓએ 1.5 લાખ RTPCR ટેસ્ટ કર્યા

હિંમતનગર8 દિવસ પહેલા
  • કૉપી લિંક
બાયોસેફ્ટીની સુવિધા સાથે નિદાન કામગીરી કરાય છે. - Divya Bhaskar
બાયોસેફ્ટીની સુવિધા સાથે નિદાન કામગીરી કરાય છે.
  • આ ઉપરાંત 16950 રેપીડ એન્ટીજન અને CRP ના 5200 ટેસ્ટ પણ કરાયાં

હિંમતનગર સિવિલના માઇક્રો બાયોલોજી વિભાગના કર્મીઓ દ્વારા છેલ્લા એક વર્ષથી કોરોના દર્દીઓના ટેસ્ટીંગ, પરીક્ષણ સહિત રિપોર્ટની કામગીરી કરાઇ રહી છે. વિભાગમાં કર્મીઓ સંક્રમિત ન થાય તે માટે બાયોસેફ્ટીની વ્યવસ્થા માટે સેનેટાઇઝર, ગ્લવ્ઝ, પીપીઇ કીટ સહિતની વ્યવસ્થા સાથે સાબરકાંઠા સહિત અરવલ્લી જિલ્લાના દોઢ લાખ કોરોના આરટીપીસીઆર ટેસ્ટના નિદાનની કામગીરી આ કર્મીઓ દ્વારા કરાઇ છે.

હિંમતનગર સિવિલના લેબોરેટરી ટેકનિશિયન દ્વારા કોરોનાની પ્રથમ લહેરમાં સાબરકાંઠા અને અરવલ્લીના દર્દીઓના રોગ પરીક્ષણના નમૂના અમદાવાદ મોકલાતા હતા.જેને લઇ દર્દીઓના સારવારમાં વિલંબ થતો પરંતુ પછી ટૂંક સમયમાં હિંમતનગર સિવિલમાં RTPCR ટેસ્ટની સુવિધા શરૂ કરતાં દર્દીઓને ઘણી રાહત થઇ તો વળી કોરોનાની બીજી લહેરમાં મોટા પ્રમાણમાં લોકો સંક્રમિત થતા મોટા પાયે લોકોના RTPCR ટેસ્ટ કરાયા. જેમાં દરરોજ 1500 થી 2000 સેમ્પલનું નિદાન કરાતું હતું. બંને લહેરમાં દોઢ લાખ આરટીપીસીઆરનું નિદાન કર્યુ હતું.

આ ઉપરાંત 16950 રેપીડ એન્ટીજન તેમજ કોરોનાની અસરનું પ્રમાણ તથા સારવાર નિર્દેશ આપતો CRP ના 5200 ટેસ્ટ કરાયા છે. મ્યુકરમાઇકોસિસને લગતા આવતા દર્દીઓને ઇ.એન.ટી વિભાગ દ્વારા નિદાન અર્થે મોકલી આપતાં 65 જેટલા ફંગસના દર્દીઓનું નિદાન કર્યુ છે. સિવિલ સર્જન ડૉ. આશિષ કાટારકર અને ડીન ડૉ. રાજીવ દેવેશ્વરના માર્ગદર્શન હેઠળ સહ પ્રાદ્યાપક, મદદનીશ પ્રાદ્યાપક, ટ્યુટર, લેબોરેટરી ટેકનિશીયનો,સફાઈ કર્મચારીઓ તથા ડેટા ઓપરેટરની ટીમે સતત કાર્યરત છે.

અન્ય સમાચારો પણ છે...