તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના મહામારી:7 મહિનામાં હિંમતનગર સિવિલમાં 1.18 લાખ ક્યુબીક મીટર ઓક્સીજનનો વપરાશ થયો

હિંમતનગર4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • 900 ને નવજીવન બક્ષ્યું, હિંમતનગર સિવિલમાં રોજ સરેરાશ 40થી વધુ લોકોને ઓક્સીજન બાઈપેપની સુવિધા પૂરી પડાય છે

કોરોના વાયરસ દર્દીના ફેફસાને સૌથી વધુ ગંભીર અસર કરતો હોવાથી શ્વાસોશ્વાસમાં સમસ્યા સર્જાય છે. ત્યારે જીવન ટકાવી રાખવા બહારથી અપાતો ઓક્સિજન એકમાત્ર વિકલ્પ બની રહે છે. છેલ્લા સાત મહિના દરમિયાન હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં 1.18 લાખ ક્યુબીક મીટર ઓક્સીજનના વપરાશ બાદ 900થી વધુ કોરોના દર્દીઓને બચાવી લેવામાં સફળતા મળી છે.

કોરોના દર્દી માટે ઓક્સિજન કેટલો જરૂરી છે તે હાલ ની સારવાર સ્થિતિ જોઈને જ ખબર પડી જાય છે અને શ્વાસોશ્વાસમાં સમસ્યા ન સર્જાય ત્યાં સુધી દાખલ કરવાની પણ સલાહ અપાતી નથી અને સમસ્યા ન હોય ત્યાં સુધી હોમ આઇસોલેટ કરી સારવાર કરાય છે કોરોના વાયરસ ફેફસામાં પહોંચી નુકસાન કરવાનું શરૂ કરે છે ત્યારે ફેફસાની દીવાલો સ્થિતિસ્થાપક્તા ગુમાવવા માંડે છે અને વ્યક્તિને જાતે શ્વાસ લેવામાં તકલીફ પડે છે જેથી બહારથી કૃત્રિમ ઓક્સિજન આપવો જરૂરી બની જાય છે.

હિંમતનગર સિવિલમાં પ્રતિદિન સરેરાશ 40થી વધુ લોકોને ઓક્સિજન બાઈપેપની સુવિધા પૂરી પાડવામાં આવી રહી છે અને છેલ્લા સાત માસ દરમિયાન 900થી વધુ જિલ્લા અને જિલ્લા બહારના દર્દીઓને બચાવવામાં સફળતા મળી છે. આર.એમ.ઓ ડો.એન.એમ.શાહે જણાવ્યું કે અત્યાર સુધીમાં અંદાજે રૂ. 90 લાખનો 1.18 લાખ ક્યુબીક મીટર ઓક્સીજનનો વપરાશ થયો છે. નોંધનીય છે કે 1 ક્યુબીક મીટર એટલે 1,000 લિટર ઓક્સીજન.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો