તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફરિયાદ:મહિલાને આરામ ન થતાં અરજીઓ કરતાં પતિને હિંમતનગરની વરદાન હોસ્પિ.ના તબીબની ધમકી

હિંમતનગર10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • હિંમતનગરની મહિલાને સિઝેરીયન બાદ 3 માસથી આરામ ન થતાં પતિએ તંત્ર સમક્ષ અરજીઓ કરી હતી
 • તું મારી બેદરકારી સાબિત નહી કરી શકે, તારા બે બાળકો છે માનહાનીનો દાવો મૂકીશની ધમકી

હિંમતનગરની વરદાન હોસ્પિટલમાં ત્રણેક માસ અગાઉ પ્રસૂતાનું સિઝેરીયન કરાયા બાદ આરામ ન થઇ રહ્યો હોવાથી પ્રસૂતાના પતિ દ્વારા અન્ય તબીબોની સહાય લેવાનો પ્રયાસ કરતાં તબીબોએ સારવાર આપવાથી મોં ફેરવી લેતાં પ્રસૂતાના પતિએ તંત્ર સમક્ષ ફરિયાદ - અરજીઓ કરી મદદ મેળવવાનો પ્રયાસ કરતાં વરદાન હોસ્પિટલના ર્ડા. દિનેશ પટેલે વારંવાર હું તને ચેતવુ છુ કહી તુ મારી બેદરકારી સાબિત કરી શકીશ નહી તું મારૂ કશુ બગાડી શકીશ નહી તારા બે બાળકો છે ધ્યાન રાખજે હું માનહાનીનો દાવો કરીશ ત્યારે તુ બરબાદ થઇ જઇશ તેવી તા. 12-02-21 ના રોજ ફોન પર ધમકીઓ આપતાં બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

શહેરના ગોકુલનગરમાં રહેતા દ્વિપલભાઇ પંકજકુમાર પટેલના પત્નીને તા. 10-11-20 ના રોજ રાત્રે દુ:ખાવો ઉપડતા વરદાન હોસ્પિટલમાં લઇ ગયા હતા અને તેમનું સીઝેરીયન કરી બાળકને જન્મ અપાવાયો હતો બે દિવસ પછી તેમને રજા અપાઇ હતી. થોડા સમયબાદ ટાંકા લીધેલ જગ્યાએથી પીળા રંગનું પ્રવાહી નીકળતા ર્ડા. દિનેશ પટેલની સારવાર લીધી હતી અને છતાં પણ આરામ ન થતા અન્ય તબીબોનો સંપર્ક કરતા તેમણે પણ સારવાર આપવાની ના પાડી દીધી હતી જેને પગલે દ્વિપલભાઇએ તંત્ર સમક્ષ અરજી-ફરિયાદ કરી મદદ મેળવવાનો પ્રયાસ કર્યો હતો.

દરમિયાન તેમની પત્નીએ જણાવ્યું કે ડિલીવરી સમયે ર્ડા. દિનેશ પટેલે નહી પરંતુ તેમના હાથ નીચે શીખતા ર્ડા. શ્રેયા પટેલે સિઝેરીયન કર્યું છે અને તેઓ વચ્ચે અટકીને ર્ડા. દિનેશ પટેલને પૂછ્યુ કે હવે શુ કરૂ જેથી ર્ડા. દિનેશ પટેલે કહ્યુ કે આગળ ચીરો માર પરંતુ ર્ડા. શ્રેયા પટેલ તે ન કરી શકતાં ર્ડા. દિનેશ પટેલે ર્ડા. શ્રેયા પટેલનો હાથ પકડી પેટ પર વધુ મોટો ચીરો મૂક્યો હતો.દ્વિપલ પટેલે ફરિયાદમાં સીધો આક્ષેપ કર્યો છે કે શીખાઉ ડોક્ટર પાસે ઓપરેશન કરાવી બેદરકારી દાખવતાં બે ઓપરેશન કરાવવા પડ્યા હતા અને શારીરીક વેદના ચાલુ રહી હતી.

તા. 12-02-21 ના રોજ ર્ડા. દિનેશ પટેલે ફોન કરીને દ્વિપલ પટેલને તે કેમ મારા સામે અરજીઓ કરી છે તુ મારુ કશુ બગાડી શકીશ નહી તુ મારી બેદરકારી સાબિત કરી શકીશ નહી હું તારી પર માનહાનીનો દાવો મૂકીશ ત્યારે તુ બરબાદ થઇ જઇશ હું ચેતવુ છું. ધ્યાન રાખજે કહીને ધમકીઓ આપતા બી ડિવિઝન પોલીસે ર્ડા. દિનેશ પટેલ સામે આઇપીસી 506(2) અને 507 અંતર્ગત ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો