તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સમીક્ષા:આરોગ્યની ટીમ ધુલેટા ગામે સર્વેલન્સ કામગીરી હાથ ધરી

હિંમતનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ચાવડાએ પણ ગામની મુલાકાત લઇ પરિસ્થિતિનો તાગ મેળવ્યો

હિંમતનગર તાલુકાના ધુલેટા ગામે કોરોના સંક્રમણને લઇ ગામના કેટલાક પરિવારોએ ખેતરોમાં વસવાટ કરવાનું શરૂ કર્યું હોવાના અખબારના અહેવાલને લઇ શુક્રવારે આરોગ્યની ટીમે ગામની મુલાકાત લઇ સર્વેલન્સની કામગીરી હાથ ધરી હતી અને તાવ-શરદીના દર્દીઓને દવાઓ આપી હતી.

હિંમતનગરના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ચાવડાએ પણ ગામની મુલાકાત લઇ પરિસ્થિતિનો તાગ મેળવી ગામમાં કોરોના સંક્રમણને અટકાવવા માટે સરપંચ અને આગેવાનો સાથે વિચાર-વિમર્શ કર્યો હતો તેમજ આરોગ્ય તંત્ર દ્વારા થતી સર્વેલન્સ કામગીરીનું નિરિક્ષણ કર્યું હતું અને આરોગ્ય તંત્રને અસરકારક કામગીરી કરવા જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...