સાસરિયાંઓનો ત્રાસ:હિંમતપુરની યુવતીને દીકરો કેમ ન જન્મ્યો કહી ત્રાસ આપ્યો

હિંમતનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

હિંમતનગરના હિંમતપુરની અને ભિલોડાના નાંદોજમાં પરણાવેલ યુવતીએ 13 વર્ષના લગ્નજીવન બાદ સાસરિયાઓ દ્વારા દીકરો કેમ ન જન્મ્યો અને તું આખા ગામમાં કેમ કહેતી ફરે છે કે તારા સાસુનો દવાનો ખર્ચ એકલા તારા પતિ એ જ આપ્યો છે કહી ત્રાસ ગુજારી પહેરેલ કપડે કાઢી મૂકતા પરિણીતાએ સાત સાસરિયા વિરુદ્ધ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

હિંમતપુરના મિત્તલબેન દિલીપભાઈના લગ્ન તા. 22-02-08ના રોજ નાંદોજના વતની યોગેશકુમાર ગંગારામ દરજી સાથે થયા હતા પતિ અને બંને જેઠ મુંબઈમાં નોકરી કરતા હતા. તા. 10-12-08 ના રોજ તેમને દીકરીનો જન્મ થયા બાદ થોડા સમય પછી સાસુ શારદાબેન તારે દીકરો કેમ ન જન્મ્યો કહી મહેણાં મારી નાની બાબતોમાં વાંધા-વચકા કાઢી ઝઘડા કરવાનું શરૂ કર્યું હતું અને અવારનવાર ઘેર આવતા નાના જેઠ નવીનભાઈ તથા જેઠાણી પલ્લવીબેન બોલાચાલી કરી ત્રાસ ગુજારતા હતા માર્ચ-20 માં શારદાબેનને કોરોના થતાં રજા આપ્યા બાદ ઘેર આવતા મોટા જેઠ વીકેશભાઈ તથા જેઠાણી જયશ્રીબેને તું કેમ આખા ગામમાં કહેતી ફરે છે કે દવા નો ખર્ચો એકલા તારા પતિએ કર્યો છે જેથી મિત્તલબેને આવું કોઈ ને કહ્યું ન હોવાનું કહેતા પતિ અને જેઠ બંને લાપટઝાપટ કરવા લાગ્યા હતા. સસરા ગંગારામ કોદરભાઈ દરજી, સાસુ,પતિ જેઠ-જેઠાણી વિરુદ્ધ ગુનો નોંધાયો છે.

અન્ય સમાચારો પણ છે...