તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધમકી:હિંમતનગર યાર્ડના વેપારી પાસેથી ‌33 લાખની મકાઈ ખરીદી નાણાં ન આપ્યા

હિંમતનગર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઉઘરાણી કરતાં અપશબ્દો બોલી જાનથી મારવાની ધમકી આપી
  • મહેસાણા જિલ્લાના, બનાસકાંઠાના શખ્સ સહિત 6 સામે ફરિયાદ

હિમતનગર માર્કેટયાર્ડમાં દુકાન ધરાવતા વેપારી પાસેથી 6 માસથી 6 શખસોએ રૂ.33લાખ ઉપરાંતની તબક્કાવાર મકાઈની ખરીદી કરી નાણાં ન આપતાં વેપારીએ શખ્સો વિરુદ્ધ ફરિયાદ આપતાં પોલીસે છેતરપિંડીનો ગુનો નોંધ્યો હતો.

હિમતનગર યાર્ડમાં અનાજની દુકાન ધરાવતા વેપારી મોહંમદ હુસેન ગુલાબનબી પોચૈયા (ઉ.વ.57.રહે.મુસ્તુફા મસ્જિદ પોલોગ્રાઉન્ડ હિંમતનગર)પાસેથી તા.24-01-21 થી 01-06-2021સુધી રાજેન્દ્ર કુમાર સેંધાભાઈ પ્રજાપતિ(રહે. ટી-13,સાકેત બિઝનેસ, હબ સ્ક્વેર સામે મહેસાણા), પ્રકાશભાઈ મગનભાઈ શાહ(રોનક ફૂડ અને કેશવ ટ્રેડિંગ ઇડર) જય ભાઈ યોગેશભાઈ શાહ (220/2 તિરૂપતિ કોમ્પલેક્ષ કાલુપુર અમદાવાદ) મોહમંદ હનીફ ઉસ્માન ભાઈ શેખ(રહે. ખતપીરબાબાની દરગાહ પાસે દીવાની કોર્ટ ધોળકા જિ. અમદાવાદ)ચંપકલાલ જી માળી (રહે.ડીસા જી.બનાસકાંઠા) ભરતભાઈ પટેલ (રહે.નંદાસણ ઈન્દિરાનગર મોહલ્લા કડી જી. મહેસાણા)એ ભેગા મળી રૂ.33,08,313નીતબક્કાવાર મકાઈની ખરીદી કરી ગાયત્રી ગૃહ ઉદ્યોગ નામના ગોડાઉનમાં ખાલી કરાવતા હતા.ઉઘરાણી કરતાં પૈસા આપતાં ન હતા અને બિભત્સ અપશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપતા વેપારીએ બુધવારના રોજ હિંમતનગર એ ડિવિઝનમાં ફરિયાદ આપી હતી.

અન્ય સમાચારો પણ છે...