ફરિયાદ:વડાલીની નાદરીની મહિલા પાસે દહેજ માંગી કાઢી મૂકી

હિંમતનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પતિને ચઢવણી કરતાં મારતો, 4 સામે ગુનો

વડાલીના નાદરી ગામની મહિલાએ સાસુ, સસરા અને જેઠ પતિની ચઢવણી કરતા હોઇ અને પતિએ દહેજની માંગણી કરી માર મારી ત્રાસ ગુજારતાં ચારેય જણાં સામે વડાલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર વડાલીના નાદરીના કિંજલબેનના લગ્ન ભિલોડાના લીલછાના મયંકભાઇ રમણભાઇ પ્રજાપતિ સાથે થયા બાદ છેલ્લા ત્રણેક વર્ષથી જેઠ હિતેશભાઇ રમણભાઇ પ્રજાપતિ, સસરા રમણભાઇ ધુળાભાઇ પ્રજાપતિ અને સાસુ કોકીલાબેન રમણભાઇ પ્રજાપતિ (તમામ રહે. લીલછા તા.ભિલોડા, અરવલ્લી) પતિ મયંકભાઇને કિંજલબેન વિરુદ્ધ ચઢમણી કરતા હતા અને કરિયાવરમાં દાગીના તથા રૂપિયા લઇ આવવા કહી મહેણા ટોણા મારતા હતા તેમજ પતિએ દહેજની માંગણી કરી કિંજલબેનને અપશબ્દો બોલી ગડદાપાટુનો માર મારતાં ચારેય જણાં સામે વડાલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...