બેઠકો:ગ્રા.પં. ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત ડોર ટુ ડોર પ્રચાર, ખાટલા બેઠકો શરૂ

હિંમતનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રવાનગી કેન્દ્રથી ચૂંટણી સાહિત્ય, મતપેટીઓ લઇ કર્મચારીઓ રવાના

ગ્રા.પં. ચૂંટણી આખરી ચરણમાં પહોંચી ગઇ છે અને શુક્રવારે સાંજે 6 કલાકથી જાહેર પ્રચાર પડઘમ શાંત થઇ ગયા છે. તંત્ર દ્વારા ડિસ્પેચીંગ સેન્ટરથી ચૂંટણી સાહિત્ય, મતપેટીઓ અને ચૂંટણીમાં નિયુક્ત 4093 કર્મચારીઓને 72 એસટી બસ અને વાહનોમાં રવાના કરાયા છે. ઉમેદવારો હવે ડોર ટુ ડોર અને ખાટલા બેઠકો કરી છેલ્લી ઘડીના પ્રયાસો કરી છૂટશે.

સાબરકાંઠામાં 23 પંચાયત સમરસ બન્યા બાદ 228 પંચાયતમાં રવિવારે સવારે 7 કલાકથી કુલ 446726 મતદારો મતદાન કરનાર છે. કલેક્ટરે મતદાન પૂર્ણ થવાના 48 કલાક પહેલા એટલે કે તા.17-12-21 ના રોજ સાંજે 6 કલાકથી જાહેર પ્રચાર પર પ્રતિબંધ ફરમાવતા પ્રચાર પડઘમ શાંત થઇ ગયા છે. 224 સરપંચ બેઠક માટે 873 ઉમેદવારો અને 882 વોર્ડ બેઠક માટે 2298 ઉમેદવારો માટે આજનો શનિવારનો દિવસ અને રાત મહત્વના બની રહેનાર છે.

ચૂંટણી સ્ટાફ માટે ફાળવાયેલી બસની વિગત(તાલુકા વાઇઝ)
તાલુકોબસનીસંખ્યા
હિંમતનગર21
ઇડર18
ખેડબ્રહ્મા4
વડાલી6
પોશીના4
વિજયનગર5
પ્રાંતિજ7
તલોદ7
કુલ72
તાલુકા મુજબ ચૂંટણીમાં ફાળવાયેલ સ્ટાફ
તાલુકાસ્ટાફ
હિંમતનગર1150
ઇડર1035
ખેડબ્રહ્મા238
વડાલી300
પોશીના240
વિજયનગર352
પ્રાંતિજ425
તલોદ353
કુલ4093

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...