તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાજપ પર પ્રહારો:કોરોનાનો સામનો કરવામાં સરકાર નિષ્ફળ: કોંગ્રેસ

હિંમતનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
કારોબારીની બેઠકમાં મોટીસંખ્યામાં કાર્યકરો હાજર હતા. - Divya Bhaskar
કારોબારીની બેઠકમાં મોટીસંખ્યામાં કાર્યકરો હાજર હતા.
  • સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ કારોબારી સમિતિની બેઠકમાં ભાજપ પર પ્રહારો
  • કોરોના, મોંઘવારી અને ખેડૂતોના પાક વીમાના મુદ્દે સરકારની ઝાટકણી કાઢી 3 ઠરાવો પસાર કર્યા

સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ કારોબારી સમિતિની બેઠક પ્રદેશ પ્રમુખના અધ્યક્ષસ્થાને હિંમતનગરમાં મળી હતી. જેમાં કોરોના મોંઘવારી અને ખેડૂતોના પાક વીમાના મુદ્દે સરકારની ઝાટકણી કાઢતાં ત્રણ ઠરાવો પસાર કરાયા હતા.

જિલ્લા કોંગ્રેસ વિસ્તૃત કારોબારી સમિતિની બેઠક ગુજરાત પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાના અધ્યક્ષ સ્થાને શનિવારે સવારે અશ્વમેઘ પાર્ટી પ્લોટ સહકારીજીનમાં સાબરકાંઠા કોંગ્રેસ પ્રમુખ કમલેશભાઈ પટેલ, જિલ્લા પ્રભારી ગોવાભાઈ રબારી, બાબુજી ઠાકોરની હાજરીમાં યોજાઇ હતી. જેમાં મહામારીનો સામનો કરવામાં સરકાર નિષ્ફળ નીવડી હોવાનો અને કોરોનામા મૃત્યુ પામેલ લોકોને શ્રદ્ધાંજલી આપતો ઠરાવ પસાર કર્યો હતો. કોરોના જ્યારે પીક ઉપર હતો ત્યારે રાજ્યમાં અવ્યવસ્થા સર્જાઈ હતી. બેડ,ઓક્સિજન, દવાઓ ખૂટી ગઇ હતી. દવાઓ ઇન્જેક્શનના કાળા બજાર થતા સેંકડો લોકોના મોત થયા હતા. કેસો અને મૃત્યુઆંક પણ છૂપાવવામાં આવ્યો હતો.

પેટ્રોલ ડીઝલ ,જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ તથા ગેસના ભાવ વધારો થયેલ છે તેના ઘટાડા માટે જનતાને ભાવ વધારામાંથી રાહત માટે સરકાર સામે આંદોલન કરવા અને ખેડૂતોના પાકને ટેકાના ભાવથી ખરીદી ના થતાં અને ખાતર દવામાં સતત ભાવ વધારાના કારણે અને સાથે સાથે કુદરતના કહેર વચ્ચે ખેડૂત પાયમાલ થયો છે તો તેમના દેવા માફ કરવા સરકારને આવેદન આપી તમામ દેવું માફ કરવા સરકારમાં માગણી કરવી એમ ત્રણ ઠરાવો પ્રદેશ પ્રમુખની અધ્યક્ષતામાં મંજૂર કરાયા હતા.

અન્ય સમાચારો પણ છે...