પ્રહાર:સરકાર ડ્રગ્સ સ્મગ્લીંગના છીંડા બંધ કરાવી શકતી નથી અને ઇંડા બંધ કરાવવા નીકળી છે: કોંગ્રેસ

હિંમતનગર14 દિવસ પહેલા
  • કૉપી લિંક

હિંમતનગરના ગઢોડામાં સભાસદ નોંધણી કરી જનજાગરણ અભિયાનનો પ્રારંભ કરી શહેરના ટાઉનહોલમાં યોજાયેલ સ્નેહમિલન કાર્યક્રમમાં કોંગ્રેસના અગ્રણીઓએ ભાજપ સરકાર પર પ્રહાર કર્યા હતા અને ડ્રગ્સ સ્મગ્લીંગના છીંડા બંધ કરાવી શકતા નથી અને ઇંડા બંધ કરાવવા નીકળ્યા છે જેવા તંજ કસ્યા હતા.

કાર્યક્રમમાં રાજસ્થાનના સ્વાસ્થ્યમંત્રી અને ગુજરાત કોંગ્રેસના પ્રભારી તથા સમારંભ અધ્યક્ષ ર્ડા. રઘુ શર્માએ જણાવ્યું કે વર્ષ 2014 માં બહુ થઇ મોંઘવારીના નારા સાથે તથા દર વર્ષે 2 લાખ નોકરી આપવાના વચનો સાથે ભાજપ સરકાર બની હતી મોંઘવારી ઉંચાઇઓ સર કરી રહી છે બેરોજગારી વધી રહી છે. ભાજપના શાસનમાં બળાત્કાર, લૂંટ, અપહરણ, આતંકવાદ તમામ બાબતોમાં વધારો થયો છે. તેમનું પતન 2022 ની ચૂંટણી થી શરૂ થશે. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કમલેશ પટેલે આગામી વિધાનસભા ચૂંટણીમાં જિલ્લાની તમામ 4 બેઠકો જીતવા નિર્ધાર વ્યક્ત કર્યો હતો તો પરેશ ધાનાણીએ ડ્રગ્સ સ્મલીંગના છીંડા બંધ ન કરી શકનાર સરકાર ઇંડા બંધ કરવા નીકળી છે કહી સરકારને આડે હાથ લીધી હતી. પૂર્વ સાંસદ મધુસુદન મિસ્ત્રીએ દરેક કાર્યકરને મતદાર સુધી પહોંચવા શીખ આપી હતી. પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ અગામી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ જીતશે તો પહેલી જ કેબીનેટ બેઠકમાં કોરોનાથી મૃત્યુ પામેલાને રૂ. 4 લાખ ચૂકવવાનો નિર્ણય લેવાનું પ્રલોભન આપ્યુ હતું. હાર્દિક પટેલે ભાજપના રાજમાં ભય ભૂખ અને ભ્રષ્ટાચારથી વિશેષ કંઇ ન મળ્યુ હોવાનુ જણાવ્યુ હતું.

અન્ય સમાચારો પણ છે...