તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિવેદન:ગોડસેના વારસો કોંગ્રેસને રાષ્ટ્ર ભક્તિની વાત કરવા નીકળ્યા છે: અમિત ચાવડા

હિંમતનગર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની અધ્યક્ષતામાં શુક્રવારે હિંમતનગરમાં સંયોજકોની બેઠક યોજાઇ હતી. - Divya Bhaskar
ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની અધ્યક્ષતામાં શુક્રવારે હિંમતનગરમાં સંયોજકોની બેઠક યોજાઇ હતી.
  • હિંમતનગરમાં કોંગ્રેસની સંયોજકોની બેઠકમાં પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાના પ્રહાર
  • ગરીબ સામાન્ય વર્ગના બાળકો ન ભણે તે માટે શાળાઓ મર્જનું ષડયંત્ર

ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખની અધ્યક્ષતામાં શુક્રવારે હિંમતનગરમાં યોજાયેલ સંયોજકોની બેઠકમાં પ્રદેશ પ્રમુખના આકરા તેવર જોવા મળ્યા હતા અને કેવડીયા કોલોનીથી આવેલ ભાજપના નિવેદનોનો જવાબ આપતાં કહ્યું કે ગોડસેના વારસો દેશને, કોંગ્રેસને રાષ્ટ્રભક્તિની વાત કહેવા નીકળ્યા છે. ભાજપ વાળા એક નેતા તો બતાવો જેણે આ દેશની આઝાદી માટે કામ કર્યું હોય, બલિદાન આપ્યુ હોય અંગ્રેજોની માફી માંગવા વાળા, અંગ્રેજોને આજીજીઓ માંફી માગવા વાળા પગે પડવા વાળા ગોડસેના વારસો આજે કોંગ્રેસને રાષ્ટ્રભક્તિ અને રાષ્ટ્રહિતની વાત કરવા નીકળ્યા છે.

રાષ્ટ્ર નિર્માણ માટે જે પણ આગેવાનોએ બલિદાન આપ્યુ તે તમામ કોંગ્રેસના હતા ભાજપ પાસે એવો કોઇ રાષ્ટ્ર નેતા નથી જેના બલિદાન દેશની આઝાદી કે નિર્માણ માટે થયા હોય એટલે ક્યાંકને ક્યાંક કોંગ્રેસના નેતાઓના નામનો ઉપયોગ કરી રાજનિતીને ભ્રમિત કરી મંદી, મોંઘવારી, બેકારી ભ્રષ્ટાચારથી ત્રસ્ત પ્રજાનું ધ્યાન બીજે વાળવાનો પ્રયાસ થઇ રહ્યો છે.

સરદાર પટેલને ઇતિહાસમાંથી ભૂંસવા કોંગ્રેસે પ્રયાસ કર્યાનો ભાજપે કેવડીયા કોલોનીથી આક્ષેપ કર્યા બાદ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ તીખી પ્રતિક્રિયા આપી હતી અને ભાજપને ગોડસેના વારસો કરી દીધા હતા. તેમણે શાળાઓ મર્જ કરવા મામલે રાજ્ય સરકારને આડે હાથે લેતાં જણાવ્યુ કે વસ્તી વધવાની સાથે સરકારી શાળાઓની સંખ્યા વધવી જોઇએ તેનાથી ઉલટુ સરકાર શાળાઓની સંખ્યા ઘટાડી ખાનગીકરણને પ્રોત્સાહન આપી રહી છે. હવે એવુ જણાઇ રહ્યું છે કે ગરીબ સામાન્ય વર્ગના બાળકો ન ભણે તે માટે શાળાઓ મર્જ કરવાનુ ષડયંત્ર ચાલી રહ્યુ છે. પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, જીતેન્દ્ર બધેલ સા.કાં. કોંગ્રેસ પ્રમુખ કમલેશ પટેલ વગેરેની હાજરીમાં યોજાયેલ બંને જિલ્લાની સંયોજક બેઠકમાં કોંગ્રેસનો જનમિત્ર એક - એક ઘેર પહોંચી તેમની સમસ્યાઓને જાણી ઉજાગર કરવાનું નક્કી કરાયું હતું.

અન્ય સમાચારો પણ છે...