તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પરીક્ષા:સા.કાં.ના 33 કેન્દ્રોમાં GMDC આસિ.વર્ગ-3 ની પરીક્ષા યોજાઇ

હિંમતનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કુલ 8511 ઉમેદવારો પૈકી 2581એ પરીક્ષા આપી

સાબરકાંઠા જિલ્લામાં જીપીએસસી દ્વારા 33 કેન્દ્રો ઉપર લેવાયેલ જીએમડીસી આસિસ્ટન્ટ વર્ગ-3 ની ભરતી પરીક્ષામાં 70 ટકા ઉમેદવારો ગેરહાજર રહ્યા હતા.શુક્રવારે જિલ્લામાં જીએમડીસી આસિસ્ટન્ટ વર્ગ-3ની લેવાયેલી પરીક્ષામાં 70 ટકા ઉમેદવારો ગેરહાજર રહેતાં બેરોજગાર નોકરી ઇચ્છુકોમાં ઉત્સાહનો અભાવ જોવા મળ્યો હતો.

જિલ્લા શિક્ષણાધિકારી સંજય વ્યાસે પરીક્ષાની વિગતો આપતાં જણાવ્યું કે, કુલ 8511 ઉમેદવારોએ પરીક્ષાના ફોર્મ ભર્યા હતા. જેમાંથી 30 ટકા એટલે 2581 ઉમેદવારોએ હાજર રહી કોરોના ગાઇડલાઇનને અનુસરી પરીક્ષા આપી હતી જયારે 5930 ઉમેદવારો એટલેકે 70 ટકા ગેરહાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...