આવેદન:કોરોના મૃતકોને 50હજારના બદલે રું.4 લાખ સહાય આપો

હિંમતનગર5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હિંમતનગર તાલુકા કોંગ્રેસ સમિતિનું આવેદન
  • મૃતકના સ્વજનને સરકારી નોકરી આપવા માંગ

હિંમતનગર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા મામલતદાર ને આવેદનપત્ર આપી કોરોનામાં મોત નિપજનારના પરિવારને રૂ. 50 હજારની જગ્યાએ રૂ. 4 લાખ આપવાની રજૂઆત કરાઇ હતી. હિંમતનગર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં કોવિડ-19 મહામારીમાં મૃત્યુ પામનારના પરિવારજનોને રૂ.50 હજાર ના બદલે રૂ. 4 લાખ આપવા અને કોવિડમાં મૃત્યુ પામનાર સરકારી કર્મચારીના પરિવારજનો માંથી કોઈપણ એક વ્યકિતને કાયમી સરકારી નોકરી અને આ ગંભીર બીમારીમાંથી સાજા થયેલા લોકોને મેડિકલ બીલની ચુકવણી કરવામાં આવે તેવી રજૂઆત કરાઇ હતી. આ પ્રસંગે તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ લાલસિંહ પરમાર, શેહર પ્રમુખ પ્રિયવદન પટેલ, યુસુફભાઈ બચ્ચા ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...