ભરતી કૌભાંડ:પ્રાંતિજમાં મિત પટેલને સાબરકાંઠા પોલીસે પકડી પાડ્યો, યુવરાજે આરોપ લગાવેલી કારમાં બેસવા જતા ઝડપાયો

હિંમતનગર18 દિવસ પહેલા
સાબરકાંઠા એલસીબીએ કથિત યુવકની અટકાયત કરી
  • ભરતીમાં કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનો આરોપ યુવરાજસિંહે લગાવ્યો છે
  • આજે ઊર્જા વિભાગની ભરતી પ્રક્રિયા અંતર્ગત વિવિધ કેન્દ્ર પર પરીક્ષા યોજાઈ હતી

ગૌણ સેવા પસંદગી મંડળે લીધેલી હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપરલીક કૌભાંડ બહાર લાવ્યા બાદ વિદ્યાર્થી નેતા અને હાલમાં AAPના નેતા યુવરાજસિંહે વધુ એક ધડાકો કર્યો છે. જેમાં GETCOની ભરતીમાં મોટું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનો ધડાકો કર્યો છે. ત્યારે યુવરાજસિંહે પ્રેસ કોન્ફરન્સમાં જાહેર કરેલી કારમાં બેસવા જતાં યુવકને સાબરકાંઠાના પ્રાંતિજના પરીક્ષા કેન્દ્ર પર પરીક્ષા પૂર્ણ થયાં બાદ પોલીસે ઝડપી પાડ્યો છે.

પ્રાંતિજ કેન્દ્ર પર મિતુલ પટેલ નહીં મિત પટેલ હતો
આજે ઊર્જા વિભાગની ભરતી પ્રક્રિયા અંતર્ગત વિવિધ કેન્દ્ર પર પરીક્ષા યોજાઈ રહી હતી. તે દરમિયાન જ ભરતીમાં કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનો આરોપ યુવરાજસિંહે લગાવ્યો હતો. જેને પગલે સાબરકાંઠા પોલીસ એક્ટિવ થઈ ગઈ હતી. યુવરાજે પ્રાંતિજમાં પરીક્ષા આપવા કથિત કાર સાથે પરીક્ષા કેન્દ્ર પર મિતુલ પટેલ હોવાનો આરોપ લગાવ્યા હતો. તે જ કાર પરીક્ષા પૂર્ણ થયાં બાદ મિત પટેલ નામનો યુવક બહાર આવ્યો કે તરત જ સાબરકાંઠા એલસીબીએ તેને ઉઠાવી લીધો હતો.

મીડિયા પાસે યુવકે પોતે કૌભાંડથી અજાણ હોવાનું જણાવ્યું હતું
મીડિયા પાસે યુવકે પોતે કૌભાંડથી અજાણ હોવાનું જણાવ્યું હતું

કારમાં બેસવા જતાં જ પોલીસે દબોચ્યો
મળતી વિગત અનુસાર મિત પટેલે પ્રાંતિજ કેન્દ્ર પર ઊર્જા વિભાગની પરીક્ષા આપીને બહાર આવ્યો કે તરત બહાર આવેલી સાબરકાંઠા એલસીબીની ટીમે તેને ઉઠાવી લીધો હતો, કથિત કાર નંબર જીજે09એજી0393 નંબર પાસે મિત પટેલ પહોંચતા તેને ઉપાડી લેવામાં આવ્યો હતો. મીડિયા સાથેની વાતચીતમાં તેણે બાયડનો વતની હોવાનું જણાવ્યું હતું. પરીક્ષા કેન્દ્ર પરથી સાબરકાંઠા એલસીબી કથિત કારમાં જ મિત પટેલને અજ્ઞાત સ્થળે લઈ ગઈ છે. ભરતી કૌભાંડ મુદ્દે તેની પુછપરછ ચાલી રહી હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.

પરીક્ષા કેન્દ્ર બહારથી કથિત કાર મળી આવી હતી
પરીક્ષા કેન્દ્ર બહારથી કથિત કાર મળી આવી હતી

(માહિતી અને તસવીર: રાજકમલસિંહ પરમાર, હિંમતનગર)

અન્ય સમાચારો પણ છે...