એટ્રોસીટી:રોડ પર ચાલતાં જઇ રહેલા માતા અને પુત્રીને જાતિ વિષયક અપમાનિત કર્યા

હિંમતનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રણાસણ-હિંમતનગર રોડ પર બનાવ, 6 સામે એટ્રોસીટી સહિતનો ગુનો

રણાસણ હિંમતનગર રોડ પર ચાલતા જઇ રહેલ માતા-દીકરીને ચંદ્રપુરા નીકોડા ચાર રસ્તા પર ફોજીવાડાના 6 શખ્સોએ ફરિયાદની અદાવત રાખી દીકરીને પકડતાં માતા વચ્ચે પડતાં જાતિ વિષયક અપમાનિત કરતાં અેટ્રોસીટી સહિતની ફરિયાદ ગાંભોઇ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર તા.14-08-21 નારોજ સાંજે સાડા સાતેક વાગ્યાના સુમારે ફોજીવાડાથી સુરતાબેન મુકેશભાઇ લક્ષ્મણભાઇ ડામોર તથા તેમની દીકરી (હાલ રહે. હિંમતનગર રાયકાનગર) ઘઉં લઇને નીકળ્યા હતા અને રણાસણ હિંમતનગર રોડ પર ચંદ્રપુરા નીકોડા ચાર રસ્તા પર ભાનુભાઇ ધર્માભાઇ પટેલ, કિરીટભાઇ ભાનુભાઇ પટેલ, કમલેશભાઇ ગણપતભાઇ પટેલ, જયેશભાઇ ભીખાભાઇ પટેલ, ચિરાગભાઇ જયંતીભાઇ પટેલ, કાન્તિભાઇ બબાભાઇ પંચાલ અને વિષ્ણુભાઇ નાથાભાઇ પટેલ (તમામ રહે. ફોજીવાડા તા. તલોદ) કાર અને બાઇક લઇને આવી સુરતાબેને અગાઉ તલોદ પોલીસ સ્ટેશનમાં આપેલ ફરિયાદની અદાવત રાખી તું દોડી ગામમાં આવી જાય છે તેમ કહી તેમની દીકરીને પકડતાં સુરતાબેન છોડાવવા વચ્ચે પડતા જાતિ વિષયક અપમાનિત કરી મારી નાખવાની ધમકી આપતાં સુરતાબેને ગાંભોઇ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે એટ્રોસીટી સહિતનો ગુનો નોંધ્યો છે.

અન્ય સમાચારો પણ છે...