તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુર્ઘટના:બાવસરમાં ગેસનો સિલિન્ડર ફાટતાં લાગેલી આગમાં ઘર અને પાડોશના 7 સભ્યો દાઝ્યા

હિંમતનગરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
આગની ઘટનામાં ઘરનો માલસામાન પણ બળી ગયો હતો. - Divya Bhaskar
આગની ઘટનામાં ઘરનો માલસામાન પણ બળી ગયો હતો.
 • ઘરવખરી અને મકાનને નુકસાન,પડોશના ઘરમાં આગની અસર થઈ, હિંમતનગર સિવિલમાં સારવાર બાદ અમદાવાદ ખસેડાયા

હિંમતનગરના બાવસરમાં હોળીએ સવારે ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ થતાં દરજી પરિવારના ઘરના સહિત પડોશના 7 સભ્યો દાઝી જતાં સારવાર માટે સિવિલમાં ખસેડાયા હતા. ઘરવખરી અને મકાનને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું હતું. હિંમતનગર ફાયર વિભાગે ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો.

બાવસરમાં પ્રફુલભાઇ બાબુભાઈ દરજીના ઘરમાં હોળીના દિવસે સવારે 7 વાગે સિલિન્ડરમાં બ્લાસ્ટ થતાં ઘરમાં આગ લાગતાં આગ આખા ઘરમાં અને બાજુના ઘરમાં પ્રસરી ગઈ હતી અને ઘરવખરી સહિત મકાન બળીને ખાખ થઇ ગયું હતું. આગ લાગ્યાની જાણ થતાં પડોશીઓ દોડી આવ્યા હતા અને આગ ઓલવવામાં મદદ કરી હતી. પડોશના ઘરમાં પણ આગની અસર થઈ હતી.ઘરવખરી કપડાં ગાદલાં વગેરેને ઓછું નુકસાન થાય તે માટે ઘરમાંથી બહાર કાઢી આગ ઓલવવા પ્રયાસ કર્યા હતા.દરમ્યાન હિંમતનગર ફાયર બિગ્રેડને જાણ થતાં ટીમ ઘટના સ્થળે દોડી આવી આગ પર કાબૂ મેળવ્યો હતો.

આગ લાગતાં ઘરના અને પડોશના મળી 7 વ્યક્તિઓ દાઝી જતાં તેમને 108 મારફતે હિંમતનગર સિવિલમાં સારવાર માટે ખસેડાયા હતા. બાદમાં વધુ સારવાર અર્થે અમદાવાદ ખસેડાયા હતા.ઘટનાની જાણ હિંમતનગર તા.પં.પ્રમુખ વિનોદચંદ્ર પટેલને થતાં ઘટનાસ્થળની મુલાકાત લઈ તલાટીને બોલાવી થયેલ નુકસાન અંગે પંચનામુ કરવાની કાર્યવાહી કરવા જણાવ્યું હતું. બાદમાં ઘાયલોની મુલાકાત લઇ ખબર અંતર પૂછ્યા હતા.

આગમાં દાઝેલા લોકો
શાંતાબેન બાબુલાલ દરજી, કેવલ શૈલેષભાઈ દરજી, ભરતભાઈ ભીખાભાઈ દરજી, શૈલેષભાઈ ભીખાભાઈ દરજી, દિશાબેન શૈલેશભઈ દરજી, તારાબેન ભીખાભાઈ દરજી, ભીખાભાઈ મણીલાલ દરજી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો